________________
કુષ્ઠરોગી ‘ઉંબર રાણા સાથે કરી દીધાં. એ સમયે મયણાના હૃદયમાં પિતા-રાજા પ્રત્યે કોઈ દ્વેષભાવ પેદા ન થયો. માતા-મામા વગેરે પરિજનોને ખૂબ જ દુઃખ થયું. તે બધાં રડવાં લાગ્યાં, પરંતુ મયણા સ્વસ્થ રહી. તત્ત્વજ્ઞાનને સહારે એણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું. તેણે પિતાનો દોષ જોયો જ નહીં. એના હૃદયની કોમળતા અખંડ રહી. ક્રૂરતા - કઠોરતાનો હૃદયમાં પ્રવેશ જ ન થઈ શક્યો..
તમે લોકો ગંભીરતાથી વિચારો. સંસારમાં લોકો લગ્ન કરે છે વૈષયિક સુખ ભોગવવા માટે. વિષયસુખ - ભોગસુખમાં આસક્તિ હોવાથી સ્ત્રીપુરુષના લગ્ન સંબંધો થતા હોય છે. મયણાસુંદરી યુવતી હતી, રૂપવતી હતી, રાજકુમારી હતી... તેણે કુષ્ઠરોગી યુવકનો પતિના રૂપમાં સ્વીકાર કર્યો. શું એ યુવક સાથે મયણાસુંદરી વિષયસુખ ભોગવી શકે ? એ યુવકને સ્પર્શ પણ કરી શકે ? ઉંબર રાણાના શરીરમાંથી રક્ત, પરું વગેરે બીભત્સ પદાર્થો નીકળતા હતા. કુષ્ઠરોગ એ ચેપી રોગ છે - આ મયણા જાણતી હતી. પરંતુ વૈષયિક સુખ પ્રત્યે તે નિર્લેપ હતી, અનાસક્ત હતી. કમળપુષ્પની જેમ એનું હૃદય નિર્લેપ હતું. વાસનાવૃત્તિથી તે મોહિત ન હતી. વાસનાવૃત્તિ ઉપર એનો સંયમ હતો! જ્યારે સ્વયં એના પતિ ઉંબર રાણાએ રાત્રિના સમયે મયણાને કહ્યું હતું ત્યાદિ પરે નાં વિદ્યૌવનું સt 5 | “હે સુંદરી! તું બીજા કોઈ પણ સુંદર પુરુષ પાસે જા અને તારા યૌવનને સફળ કર. અહીં તો તને મારા સંગમાં કુષ્ઠરોગ થઈ જશે.”
પતિના આ વિવેકપૂર્ણ શબ્દો સાંભળીને મયણાની આંખો ભરાઈ ગઈ. તે બોલીઃ “હે નાથ! ફરીથી આવી વાત ન ઉચ્ચારતા. સીન્દ્ર વિય મહિલ્મ વિભૂષi - સ્ત્રીઓ માટે શીલ જ અલંકાર છે. હું શીલવ્રતનું પાલન કરીશ, તમે તો મૃત્યુપર્યત મારા પતિ છો. તમે જ મારું શરણ છો.”
આ હતી મયણાસુંદરીના હૃદયની નિર્લેપતા અને કોમળતા. આવું હૃદય કમળ બની શકે છે, એમાં પરમાત્મા વિરાજિત કરી શકાય છે અને પરમાત્માનું ધ્યાનચિંતન થઈ શકે છે. મયણાસુંદરીનું હૃદય આ રીતે કોમળ અને નિર્લેપ હતું. એમના જીવનની કેટલીક ઘટનાઓથી એમના હૃદયની કોમળતા અને નિર્લેપતા સિદ્ધ થાય છે. આવી કેટલીક ઘટનાઓ બતાવું છું. આ પહેલાં મયણા અને ઉંબર રાણાને ધ્યાન, કરવાની કળા શીખવનારા ગુરુદેવની પાસે જઈએ. એથી ય પહેલાં ભગવાન આદિનાથના મંદિરમાં મયણા અને ઉંબર રાણાની સાથે ચાલીએ. જિનમંદિરમાં દંપતીની નિર્લેપતા:
જિનમંદિરમાં પ્રવેશ કરતી મયણા “પ્રસન્નવદના” છે. તેના મુખ ઉપર પ્રસન્નતા છે, ગ્લાનિ નથી, સંતાપ નથી કે નથી ત્રાસ ! નિર્દભ પ્રસન્નતા છે અને ભગવાન ૭૬ છે.
શાન્તસુધારસઃ ભાગ ૨