________________
ઉપયોગ પાપકર્મોમાં જ કરશે. એટલા માટે પાપાનુબંધી પુણ્ય તો હેય છે. ત્યાજ્ય જ છે. ઉપાદેય હોય છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થતાં
જો કે ગ્રંથકાર ઉપાધ્યાયજીએ પ્રસ્તુતમાં શુભ કર્મોને સોનાની બેડી બતાવીને એનો પણ ત્યાગ કરવાનું કહ્યું છે. છતાં પણ આ વાતને અપેક્ષાથી સમજવાની છે. શુભ કર્મોનો ત્યાગ ત્યારે કરવાનો છે કે જ્યારે શુદ્ધ ભાવમાં રમણતા પ્રાપ્ત થાય. જૂનું ઘર ત્યારે જ છોડાય કે જ્યારે નવું ઘર તૈયાર થાય. નવું તૈયાર થયું હોય અને જૂનું તોડી નાખવામાં આવે યા છોડી દેવાય તો શું થાય?મનુષ્ય ઘરવિહોણો બની જશે અને મૂર્ખ કહેવાશે. એ રીતે જો જીવાત્મા વિશુદ્ધ આત્મભાવમાં રમણતા કરવાનું શીખ્યો પણ ન હોય અને જો શુભ ભાવોનો, શુભ ક્રિયાઓનો ત્યાગ કરી દે તો તે મૂર્ખ કહેવાશે. તે અશુભ ભાવોમાં જ રમમાણ રહેશે. એટલા માટે વિવેકપૂર્ણ વાત એ છે કે મનુષ્ય વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતો રહે અને શુભ ભાવ અને ક્રિયાઓ કરતો રહે, તો તે અશુભ ભાવ અને અશુભ ક્રિયાઓથી બચતો રહેશે. કેટલાંક ઉદાહરણોથી આ વાત સમજાવું છું.
એક મહાનુભાવનો પુણ્યોદય થયો. લાખો-કરોડો રૂપિયા મળ્યા. તેણે પોતાની માને પૂછ્યું: “મા, પહેલાં બંગલો બનાવવો છે કે જિનમંદિર?' માએ કહ્યું બેટા, પહેલાં જિનમંદિર બનાવ, પછી ઉપાશ્રય બનાવ, તે પછી તારી જે ઈચ્છા હોય તે બનાવજે.' છોકરાએ ભવ્ય શિખરબંધી મંદિર બંધાવ્યું, ઉપાશ્રય બનાવ્યો... પાછળથી બંગલો બંધાવ્યો. એક ભાઈ ચૂંટણીમાં જીતી ગયા. પોતાના ચૂંટણી વિસ્તારમાં જઈને તેમણે લોકોને પૂછ્યું પહેલાં તો તમને બધાને કઈ કઈ સુવિધાઓ જોઈએ છે? લોકોની ઈચ્છા અનુસાર રોડ, લાઈટ અને ખેતી ઉપર ધ્યાન આપ્યું અને સારા લાભ કરાવ્યા. તે ભાઈ ત્રણ ચૂંટણીઓ સુધી સતત જીતતા રહ્યા. i એક ભાઈ શારીરિક દ્રષ્ટિથી સ્વસ્થ હતા, નીરોગી હતા, સદ્ગુરુનો પરિચય
હતો. તેમણે તપશ્ચર્યાની પ્રેરણા પ્રાપ્ત કરી. સુખી, સમૃદ્ધ હોવા છતાં ઉપવાસ, આયંબિલ, વગેરે તપશ્ચર્યા કરતા હતા. શરીરનો સદુપયોગ કરતા હતા. પરોપકારનાં કાર્યો કરતા રહેતા હતા. 1 એક બહેને મુંબઈમાં હોસ્પિટલ માટે એક કરોડનું દાન આપ્યું, પણ પોતાનું નામ ન આપ્યું. ટ્રસ્ટી લોકોનો અતિ આગ્રહ થતાં પોતાના આરાધ્ય પરમાત્માનું નામ આપ્યું!
આ તમામ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયનાં દ્રશંતો છે. એ સારી રીતે સમજો. ૧૩૬
- શાન્તસુધારસઃ ભાગ ૨)