________________
નવા કરવાથી અને
આમ તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થતાં મનુષ્યને એ પુણ્યથી પ્રાપ્ત સુખસાધન સામગ્રીની ઉપર ગાઢ આસક્તિ નથી થતી, મમત્વ નથી થતું. ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ હોવા છતાં પણ તે સરળતાથી ત્યાગ કરીને સાધુ-સંન્યાસી બની શકે છે, જ્યારે પાપાનુબંધી પાપનો ઉદય થતાં સુખ-સમૃદ્ધિનો ત્યાગ નથી કરી શકતો. ત્યાગ કરવાની ઇચ્છા ય મનમાં ઉત્પન્ન થતી નથી. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાયઃ
આવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે - - નિષ્કપટ ભાવથી, પરમાત્મ-ભક્તિ કરવાથી, - નિઃસ્વાર્થ ભાવથી, ઉલ્લસિત હૃદયથી - ગુરુસેવા કરવાથી અને - સુકૃત-સત્કાર્ય કર્યા પછી ભીતરમાં ખૂબ ખુશી અનુભવવાથી.- આપણી અંદર
મનમાં ખૂબ અનુમોદના કરવાથી. - કિર્તિ-પ્રશંસાની અપેક્ષા રાખ્યા સિવાય ધર્મ કરતા રહો. દાન આપતા રહો.
શીલનું પાલન કરતા રહો. તપ કરતા રહો. પરમાર્થ અને પરોપકાર કરતા રહો. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
સભામાંથી અમારા માટે તો ખૂબ જ મુશ્કેલ કામ છે. અમે તો આ જન્મમાં કીર્તિ-પ્રશંસા-અભિનંદન ઇચ્છીએ છીએ.
મહારાજશ્રી તો પછી પુણ્યાનુબંધી પુણ્યની ઇચ્છા છોડી દો. શુભ કર્મ મોક્ષપ્રાપ્તિમાં બાધક:
શુભ યોગનો આસ્રવ શુભ કર્મોને આત્મા સાથે જોડે છે. શુભ કર્મો સાથે આત્મા જોડાય છે અને જ્યાં સુધી આત્માની સાથે શુભ કર્મ યા અશુભ કર્મ જોડાયેલાં રહે છે, ત્યાં સુધી આત્મા મુક્ત બનતો નથી. એટલે કે એનો મોક્ષ થતો નથી. આ અપેક્ષાએ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ ઉપાદેય બનતો નથી. એટલે કે એની પણ ઈચ્છા રાખવાની નથી.
આ વિષયને એક શાસ્ત્રીય ઉદાહરણથી સમજાવું છું. વાત તો પ્રચલિત છે, પરંતુ એમાં ગહન સત્ય છુપાયેલું છે. એ સત્ય પ્રકટ કરું છું. શાલિભદ્ર - પૂર્વજન્મ અને પશ્ચાદ્ભવઃ
શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહી નગરીમાં શાલિભદ્ર થયો. ગોભદ્ર શ્રેષ્ઠી અને ભદ્રા શેઠાણીના એ પુત્ર હતા. તમે જાણો છો કે પૂર્વજન્મમાં ગોવાળ હતા. જંગલમાં એ ગોવાળ-પુત્ર ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં રોજ જાતે [ આસ્રવ ભાવના
૧૩૭]