________________
મલ્લીકુમારીએ કહ્યું: “આ દુર્ગધ આ મૂર્તિમાંથી આવી રહી છે. જે મૂર્તિને તમે સાક્ષાત્ મલ્લીકુમારી માનીને એનું સૌંદર્ય નિહાળી રહ્યા હતા, એના રૂપમાં મુગ્ધ બન્યા હતા, એ આ મૂર્તિ છે. મેં એની ઉપરનું ઢાંકણું દૂર કર્યું અને દુર્ગધ આવવા લાગી. હું દરરોજ આ પ્રતિમામાં ભોજન પિંડ નાખું છું. ઉત્તમ ભોજનનો પિંડ નાખું છું. ભોજન અંદરથી સડે છે. અને દુર્ગધ ઉત્પન્ન થાય છે. હે રાજેશ્વરો, તમે વિચાર કરો. આપણું આ ઔદારિક શરીર છે. એમાં શું ભર્યું પડ્યું છે? બધા ગંદા પદાર્થો ભર્યા પડ્યા છે. હાડકાં, માંસ, રુધિર, મલ, મૂત્ર, મજા આદિ સાત ધાતુઓ છે. બધું જ ગંદુ અને બીભત્સ ભરેલું છે. આવી કાયા ઉપર કેવી રીતે રાગ-મોહ કરવાનો? મનુષ્યના એ ભોગસુખ તુચ્છ અને ગંદા છે.”
મલ્લીકુમારીના શબ્દો સાંભળતાં તો રાજાઓને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. સૌના મનમાં શુભ પરિણામ, શુભ અધ્યવસાય પ્રકટ થયા. તેમને મલ્લીકમારીની વાત યથાર્થ લાગી. મલ્લીકુમારીએ પૂછ્યું- “હે નરેશ્વરો! ચારિત્રધર્મ સ્વીકારીશ, આપ સૌની શું ઇચ્છા છે?”
રાજાઓએ કહ્યું: ‘અમે પણ આપની સાથે જ ચારિત્ર લઈશું.' રાજા વિરક્ત બન્યા હતા. મલ્લીકુમારી પ્રત્યે મોહ રહ્યો ન હતો. પૂજ્યભાવ પ્રકટ થઈ ગયો હતો. કુંભરાજાની ક્ષમા માગીને બધા રાજાઓ પોતપોતાના નગરે ચાલ્યા ગયા.
મિથિલાનું સંકટ દૂર થઈ ગયું. મલ્લીકુમારીએ કુંભારાજાને પોતાનો પૂર્વભવ સંભળાવ્યો. છ રાજાઓ કેમ આકર્ષિત થયા, એનું કારણ બતાવ્યું અને પોતાના ચારિત્રગ્રહણની વાત સંભળાવી.
અશુચિ ભાવના ના માધ્યમથી પોતાના શરીર પ્રત્યે અને બીજાના શરીર પ્રત્યે વિરક્ત-વિરાગી બનો, એ જ શુભ ભાવના.
આજે બસ, આટલું જ.
શO:
[ અશચિ ભાવના
૫૯ |