________________
- એક મિત્ર કાશીદેશનો રાજા શંખ હતો.
ભિન્ન ભિન્ન કારણોથી-નિમિત્તોથી આ સર્વે રાજાઓને મલ્લીકુમારી પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. તે સર્વે મલ્લીકુમારી સાથે લગ્ન કરવા તત્પર થાય છે. પોતપોતાના દૂતોને તેઓ મિથિલાના રાજા કુંભરાજા પાસે મોકલે છે. પ્રત્યેક દૂત કુંભરાજાની સભામાં જઈને પોતાનો પરિચય આપે છે અને મલ્લીકુમારીની માગણી કરે છે.
કુંભારાજા સ્તબ્ધ થઈ જાય છે. એક સાથ છ છ રાજાઓના દૂતો મલ્લીકુમારીનું માગું કરે, આ અતિ આશ્ચર્યકારક ઘટના છે. કુંભરાજાને એ છ દૂતો ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. દૂતોનો તિરસ્કાર કરીને રવાના કરી દીધા ! દૂતો પોતપોતાના રાજાઓ પાસે ચાલ્યા ગયા. બધા રાજાઓ પણ ક્રોધમાં અગન જેવા કાળઝાળ થઈ ગયા. તેમણે યુદ્ધ કરીને મલ્લીકુમારીને પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. પોતપોતાની સેનાઓ લઈને તેઓ મિથિલા ઉપર આક્રમણ કરવા પહોંચી ગયા.
રાજા કુંભ પણ પોતાની વિશાળ સેના લઈને મિથિલા બહાર મેદાનમાં આવી પહોંચ્યા. યુદ્ધ શરૂ થયું. પરંતુ કુંભરાજા એકલા હતા અને સામે છ છ રાજાઓ હતા. તેમની અતિ વિશાળ સેના હતી. કુંભરાજા નગરમાં પાછા આવ્યા. નગરના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. પરંતુ કુંભરાજાને ચિંતા ખૂબ સતાવવા લાગી.
મલ્લીકુમારીએ રાજાને આશ્વાસન આપતાં કહ્યું “પિતાજી, આપ ચિંતા ન કરો. તમે આ છ રાજાઓની પાસે ગુપ્ત રીતે અલગ અલગ દૂત મોકલો અને સંદેશો મોકલો કે “તમને મલ્લીકુમારી આપીશ.” અને પછીથી એ રાજાઓને ભિન્ન ભિન્ન માર્ગેથી નગરમાં પ્રવેશ કરાવી મારા આ ઉદ્યાનના મહેલમાં લઈ આવજો. બસ, પછી એ રાજાઓને હું સંભાળી લઈશ.”
આ રીતે કરવામાં આવ્યું. છ રાજાઓને મલ્લીકુમારીના મહેલમાં લાવવામાં આવ્યા. અલગ અલગ દ્વારથી લાવવામાં આવ્યા. બધાએ મલ્લીકુમારીની પ્રતિમા જોઈ એના સૌંદર્યથી બધા મુગ્ધ થઈ ગયા. એટલામાં મલ્લીકુમારીએ ચતુરાઈ મૂર્તિની ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું અને મહેલમાં દુર્ગધ દુર્ગંધ ફેલાઈ ગઈ. માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ હતી એ! રાજાઓએ પોતપોતાના ઉત્તરીય વસ્ત્રોથી નાક બંધ કર્યા અને મુખ ફેરવીને ઊભા રહ્યા.
મલ્લીકુમારીએ પૂછ્યું “કેમ? શું થયું?નાક બંધ કરીને મુખ ફેરવીને કેમ ઊભા છો?”
બધા રાજાઓએ કહ્યું: ‘આ ભયંકર, તીવ્ર દુર્ગધ સહન થતી નથી. ખબર નહીં આ દુર્ગધ ક્યાંથી આવી રહી છે ?”
[ ૫૮
શાન્ત સુધારસ ભાગ ૨