________________
હજારો વર્ષો વીતી જાય છે. રાજા મહાબલ જે મલ્લિનાથનો જીવ હતો, તેણે પણ પોતાના મિત્રો સાથે દીક્ષા લઈ લીધી. સાતે જણાએ પરસ્પર નિર્ણય કર્યો હતો - આપણે સાતે એકસરખાં તપ કરીશું.
તેમણે ૨૦ સ્થાનક તપ શરૂ કર્યું. મહાબલ મુનિએ વિચાર કર્યો: સંસારમાં હું રાજા હતો. મારા આ મિત્રો કરતાં ઉચ્ચ સ્થાને હતો. તો અહીં મારે તપશ્ચર્યામાં પણ ઉચ્ચસ્થાન ઉપર રહેવું જોઈએ.” તેમણે મુનિ મિત્રોથી છાની રીતે વિશેષ તપ શરૂ કર્યું. મિત્રોની સાથે કપટ કર્યું. આશય સારો હતો છતાં પણ કપટ તો હતું જ, પરિણામે તેમણે ‘સ્ત્રીવેદ' નામનું કર્મ બાંધી લીધું. દીર્ધકાળનું આયુષ્ય પૂરું થયું. સાતે મિત્રોનો કાળધર્મ થયો. અનુત્તર દેવલોકમાં જયન્ત’ નામના વિમાનમાં દેવ બન્યા.
દેવલોકનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં મહાબલ મુનિ આ ભરતક્ષેત્રમાં મિથિલા નગરીમાં રાજા કુંભને ત્યાં પુત્રીરૂપે જન્મ ધારણ કરે છે. તેમનું નામ “મલ્લીકુમારી રાખવામાં આવ્યું. જન્મથી ત્રણ જ્ઞાન હતાં - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. તેમણે અવધિજ્ઞાનના પ્રકાશમાં પૂર્વના છ મિત્રોને ભિન્ન ભિન્ન રાજ્યોમાં રાજ્ય કરતા જોયા.
ભવિષ્યમાં એમને પ્રતિબદ્ધ કરવાની દ્રષ્ટિએ, ભવિષ્યમાં થનારી વિચિત્ર ઘટનાના સમાધાન માટે તેમણે બગીચામાં એક મહેલ બનાવ્યો. મહેલના મધ્યભાગમાં પોતાની જ સુવર્ણમયી મૂર્તિ બનાવી. મૂર્તિ અંદરથી પોલી બનાવી. મસ્તક ઉપર કમળ આકારનું ઢાંકણું બનાવ્યું. મહેલના એમધ્યભાગમાં પ્રવેશ કરવા માટે ૬ દરવાજા બનાવ્યા. દરેક દરવાજેથી પ્રવેશ કરનાર એ સુવર્ણમયી મલ્લીકુમારીની પ્રતિમા જોઈ શકે. મૂર્તિ એવી બની હતી કે જોનારને જીવંત મલ્લીકુમારી જ લાગે.
સમય આવતાં મલ્લીકુમારીએ પ્રયોગ શરૂ કર્યો. રોજ ભોજન પછી એક કોળિયો એ મૂર્તિમાં નાખતી હતી. એ ભોજન મૂર્તિની અંદર સડતું હતું. ધીરે ધીરે અસહ્ય દુર્ગધ પેદા થાય છે. પરંતુ મૂર્તિનું દ્વાર બંધ રહે છે, એથી દુર્ગધ બહાર નથી આવતી. અવસર આવે ત્યારે જ ઢાંકણું ખોલવાનું હતું. - એક મિત્ર કોશલદેશનો રાજા પ્રતિબદ્ધ હતો. - એક મિત્ર અંગદેશનો રાજા ચન્દ્રચ્છ હતો. - એક મિત્ર કુણાલદેશનો રાજા રૂપી હતો. - એક મિત્ર કુરુદેશનો રાજા અદીનશત્રુ હતો. • એક મિત્ર પંચાલદેશનો રાજા જિતશત્રુ હતો. [ અશુચિ ભાવના
૫૭.