________________
આત્માનું વાસ્તવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિકની જેમ વિમળ, નિર્મળ અને વિશુદ્ધ છે. એમાં પુલ ભાવનો સંબંધ આરોપિત કરીને, પરભાવનો સંબંધઆરોપિત કરીને અવિવેકી જીવ આકુળવ્યાકુળ જ થાય છે. વિશુદ્ધ આત્મામાં પુગલ ભાવોનો આરોપ
મૂળરૂપમાં શું આત્મા એકેન્દ્રિય છે? શું બેઈન્દ્રિય છે?પંચેન્દ્રિય છે? ના. ઇન્દ્રિયો પૌદ્ગલિક છે, આત્મા ચેતનસ્વરૂપ છે. કહેવાયું છે કે -
પુદ્ગલ કે વશ એકેન્દ્રિય બહુ પંચેરિયપણું પાવે.
લેશ્યાવંત જીવ એ જગમાં. પુદ્ગલ સંગ કહાવે. જીવનું શ્યામ રૂપ, એની બદસૂરતી, તેનાં વાંકાચૂકાં અંગ-ઉપાંગોને જોઈને મનમાં નફરત પેદા થાય છે, બરાબર એ જ રીતે એની ગૌરતા, સુંદરતા, સુઘડતાનું પ્રદર્શન પ્રીતિભાવ ઉત્પન્ન કરે છે, એ જીવની એક પ્રકારની જડતા નથી તો શું છે? આત્માનો સ્ફટિક રત્નની જેમ નિર્મળ, વિમલ અને વિશુદ્ધ છે. એનું સ્વરૂપ ન તો કાળું ગોરું છે, ન તો એની આકૃતિ સુંદર અથવા કુરૂપ હોય છે. આ તો બધાં પુદ્ગલ ભાવોનાં આત્મામાં પડેલાં પ્રતિબિંબ માત્ર છે. સર્વે સંબંધો પુદ્ગલ રાગથી :
સંસારના તમામ સંબંધો પુદ્ગલ પ્રેમથી પ્રેરિત હોય છે. આત્મા સ્વયં તો આ તમામ સંબંધોથી પર છે, ભિન્ન છે, તે કોઈના પિતા નથી કે પુત્ર નથી, ન તો કોઈની માતા છે કે ન સ્ત્રી-પત્ની છે. એ નતો કોઈનો ગુરુ છે કે ન કોઈનો શિષ્ય છે. હું સર્વ સંબંધોથી પર છું, અન્ય છું.” આ અન્યત્વ ભાવનાનું ચિંતન છે.
પુદ્ગલ રાગે વાર અનંતી. માત, તાત, સુત થઈયા,
કિસકા બેટા, કિસકા બાબા, ભેદ સાચે જબ લહિયા. “આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારો પતિ છે...” ઈત્યાદિ મમત્વ પુદ્ગલ રાગજનિત છે. આવું મમત્વ, એકબે જન્મમાં નથી કર્યું અનંત જન્મોમાં કર્યું છે. વિશુદ્ધ આત્માને આ સંબંધો સાથે કશી જ લેવાદેવા નથી. આ વાત સમજવાની છે. અંદરથી સમજવાની છે. વ્યવહારમાં બોલી નાખવાની નથી. નિશ્ચયનયની વાતો હૃદયમાં સ્થિર કરવાની હોય છે અને બહારની દુનિયામાં શુદ્ધ વ્યવહારનું પાલન કરવાનું હોય છે. જ્યારે વ્યવહારમાં અશુદ્ધિ આવી જાય, ત્યારે ભીતરના નિશ્ચયનયના ચિંતનમાં ડૂબીને સ્વસ્થ અને સ્વચ્છ બનવાનું છે.
[ અન્યત્વ ભાવના
છે.