________________
ગુણસેન પ્રત્યે દ્વેષ હતો.
રાગનાં બંધન તૂટતાં ઘડી બે ઘડીમાં આત્મા વીતરાગ બની જાય છે, સર્વજ્ઞ બની જાય છે. “હું તમામ પુદ્ગલ દ્રવ્યોથી ૫૨ છું, ભિન્ન છું” એવી ભાવના ભાવતા રહેવાનું છે.
પુદ્ગલ પ્રેમથી જ તમામ નાટકો :
સંસારની બધી જ યોનિઓમાં દરેક ગતિમાં જીવોનાં જે નાટકો ચાલી રહ્યાં છે તે સર્વ નાટકો પુદ્ગલ પ્રેમને કારણે જ છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છે કે -
पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यते 11
અમૂઢ બનીને પરદ્રવ્યનું – પુદ્ગલ દ્રવ્યનું નાટક જોતા રહેવાનું છે. મૂઢ દશામાં તો જીવે અનાદિકાળથી નાટક કર્યાં છે. પરદ્રવ્યને આ પર દ્રવ્ય છે” એવું જીવ સમજ્યો જ ન હતો. સ્વદ્રવ્યનું અને પરદ્રવ્યનું ‘ભેદજ્ઞાન’ ભવસ્થિતિ પરિપક્વ થતાં જ પ્રાપ્ત થાય છે. દૃષ્ટા બનવું છે, જ્ઞાતા બનવાનું છે...જોવું છે, પરંતુ રાગદ્વેષ ક૨વાના નથી. જાણવાનું છે, પણ રાગદ્વેષ કરવાના નથી.
પુદ્ગલ સંગ નાટક બહુ નટવત, કરતાં પાર ન પાયો. ભવસ્થિતિ પરિપક્વ થઈ ત્યારે સહેજે મારગ આયો.
પુદ્ગલ પ્રેમી જીવ વિકલ્પરૂપી મદિરાપાત્રમાંથી સદૈવ મોહમદિરાનું પાન કરતો રહે છે, નટની જેમ સાચે જ એ હાથ ઊંચા કરીને, તાળીઓ બજાવીને નાચે છે. પૌદ્ગલિક સુખ અને મોહમાયાના વિકલ્પોમાં આકંઠ ડૂબીને તે મર્દોન્મત્ત બને છે. તે ક્ષણાર્ધમાં તો તાળીઓ વગાડીને નાચે છે. સુધબુધ ગુમાવી બેસે છે. ક્ષણાર્ધમાં ખુશીથી પાગલ થઈ જાય છે, તો ક્ષણાર્ધમાં શોકમગ્ન બનીને ક્રંદન કરવા લાગી જાય છે. એક ક્ષણમાં મૂલ્યવંતાં કપડાં પહેરીને બજારમાં ફરવા નીકળી પડે છે, તો બીજી ક્ષણે વસ્ત્રવિહીન નગ્નાવસ્થામાં ધૂળ ચાટતો થયેલો દેખાય છે.
પૌદ્ગલિક સુખોની સ્પૃહામાં ભટકતો જીવ કોણ જાણે કેવો ઉન્મત્ત, પાગલ બનીને મસ્તી કરતો નજરે પડે છે. જ્યાં સુધી પૌદ્ગલિક સુખોની નાગચૂડમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિર ભાવ આવવો અસંભવ છે.
જ્યાં સુધી જ્ઞાનાનંદમાં સ્થિર ન થાઓ ત્યાં સુધી પરમ બ્રહ્મમાં મગ્ન થવું કઠણ કામ છે અને પરબ્રહ્મમાં, વિશુદ્ધ આત્મસ્વરૂપમાં મગ્નતા સાધ્યા સિવાય આત્માના અનંત ગુણોની સમૃદ્ધિ પામવી અસંભવ છે.
૧૦
શાન્તસુધારસ : ભાગ ૨