________________
શ્રીમંતાઈથી પર છે. "હું ગરીબી અને શ્રીમંતાઈથી પર છુંઅન્ય છું, જુદો છું" - આ અન્યત્વ ભાવનાનું ચિંતન છે. ગરીબી અને શ્રીમંતાઈ પુદ્ગલ નિર્મિત છે. પુણ્યકર્મના ઉદયથી શ્રીમંતાઈ હોય છે અને પાપકર્મના ઉદયથી ગરીબી હોય છે! પુણ્યકર્મ અને પાપકર્મ પૌદ્ગલિક હોય છે. આ દ્રષ્ટિએ ‘અન્યત્વ ભાવનાનું ચિંતન કરવાથી ગરીબીમાં ન હીનભાવના રહેશે કે ન શ્રીમંતાઈમાં અભિમાન રહેશે. દીનતાથી અને અભિમાનથી આ ભાવના બચાવી લેશે.
પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગ મેં રાંક કહાવે.
પુદ્ગલ નેહનિવાર કે ચેતને, જગપતિ બિરુદ ધરાવે. જ્યારે મનમાં ધન, સંપત્તિ, વૈભવની ઇચ્છા જાગ્રત થાય છે અને તે ઇચ્છા અનુસાર મળતું નથી, ત્યારે મનુષ્ય પોતાને દીનહીન રંક માનવા લાગે છે. પરંતુ “ધન-સંપત્તિ પૌદ્ગલિક છે, મારે પૌલિક સુખ નથી જોઈતું, મારે તો અનંત આધ્યાત્મિક ગુણસમૃદ્ધિ જોઈએ છે કે જે મારી અંદર પડેલી છે.” આ ચિંતન ચેતનને ઉલ્લાસથી ભરી દે છે. તેની દીનતા-હીનતા ચાલી જાય છે. આ પુદ્ગલ પ્રેમથી સંસાર-પરિભ્રમણ
જેવી રીતે ગરીબી અને અમીરીનું કારણ પુદ્ગલ પ્રેમ છે, એ જ રીતે સંસારમાં ચાર ગતિમાં જીવનું પરિભ્રમણ પણ પુદ્ગલ પ્રેમને કારણે જ છે. પ્રવેશ યુક્ત વિનાશમ્ " આ સૂત્ર ભૂલવાનું નથી. આત્મામાં પરદ્રવ્યનો પ્રવેશ જ સર્વનાશનું કારણ છે. સર્વ દુઃખોનું કારણ છે. સંસાર-પરિભ્રમણનું કારણ પદ્રવ્ય છે એટલે કે પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો રાગ છે.
પુદ્ગલ રસ રાગી જગ ભટકત, કાલ અનંત ગમાયો.
કાચી દોય ઘડી મેંનિજગુણ, રાગ તજી પ્રકટાયો. સંસારમાં ભટકતાં અનંત કાળ ગુમાવ્યો. પુદ્ગલ પ્રેમથી રખડપટ્ટી અટકી નહીં, હવે આ જન્મમાં વિચારી લો. ચાર ગતિમાં ભટકતા જ રહેવું છે કે મુક્તિ પામવી છે? ભટકવાથી અટકી જવું હોય તો પુદ્ગલ પ્રેમથી અટકી જવું પડશે. પુદ્ગલ પ્રેમ ત્યજવો જ પડશે. પુદ્ગલ મમત્વ સાધારણ નથી. એક-બે પ્રકારનું નથી, અસંખ્ય પ્રકારનું છે, એક પણ બંધન રહી ગયું તો ખલાસ, રઝળપાટ રોકાશે નહીં. જેવું રાગનું બંધન હોય છે એવું દ્વેષનું પણ બંધન હોય છે. સમરાદિત્ય મહાકથામાં અગ્નિશમ તાપસને દ્વેષનું બંધન હતું ! રાજા ગુણસેન પ્રત્યે દ્વેષની ગાંઠ બંધાઈ ગઈ હતી. દ્વેષને કારણે સંસારમાં ભટકતો હતો. આમ તો તે તપસ્વી હતો. સંસારત્યાગી સંસારી હતો. એક એક મહિનાના ઉપવાસ કરતો હતો, ધ્યાનમાં રહેતો હતો, સંસારના કોઈ પુદ્ગલ પ્રત્યે એને મોહ ન હતો, મમતા ન હતી, પરંતું એકમાત્ર
અન્યત્વ ભાવના