________________
આત્મગુણોના ખજાનાને જોતા રહો ઃ
-
ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે શા માટે તું પૌલિક ભાવોની પંચાતમાં ફસાય છે ? શા માટે મમત્વને આધીન થઈને પીડાઓ ભોગવે છે ? તું તારી અંદર રહેલા આત્મગુણોના રત્ન-ખજાનાને શા માટે જોતો નથી ?
હા, આત્મગુણો રત્નસમાન છે. આપણી અંદર એ રત્નગુણોનો ખજાનો છે. એક-બે-પાંચ...દશ ગુણરત્નો નથી, પૂરો ખજાનો છે. પુષ્કળ ગુણરત્નો છે. જુઓ, એ ખજાનાને ખોલીને જુઓ. આજ દિન સુધી પુદ્ગલના ખજાનાને બહારની દુનિયામાં જોતા રહ્યા. પુદ્ગલના ખજાનામાં કાચનાં રત્નો પડ્યા છે. દેખાય છે રત્ન, પણ હોય છે કાચના ટુકડા ! આપણે આજ સુધી એ કાચના ટુકડાઓને રત્ન માનીને એમની ઉપર મમત્વ કર્યું, મોહ કર્યો - વાસ્તવમાં જે આત્મગુણ છે એના તરફ જોયું પણ નહીં ! જોઈ પણ કેવી રીતે શકીએ ? જ્ઞાન જ ન હતું કે “હું આત્મા છું. શરીરમાં રહેલ આત્મા છું. મારા અનંત અવિનાશી ગુણ છે. આ શરીર... આ ઇન્દ્રિયો... આ રૂપ...આ નામ....એ તમામ સંબંધો...ધનદોલત એ સર્વથી હું ન્યારો છું.” હવે પૌદ્ગલિક વાતો કરવી નથી.
– હવે પૌદ્ગલિક સુખદુઃખમાં અટવાયું નથી.
હવે પૌદ્ગલિક પદાર્થોના વિષયમાં રાગદ્વેષ કરવા નથી.
હવે પૌદ્ગલિક સુખોની ઇચ્છા કરવી નથી.
હવે મારે આત્મગુણોનું ચિંતન કરવું છે.
આ રીતે ‘અન્યત્વ ભાવના'નું પ્રતિદિન ચિંતન કરતા રહેવાથી મન આકુળવ્યાકુળ નહીં બને. પુદ્ગલવિષયક આગ્રહ-દુરાગ્રહ છૂટી જશે.
જો એકત્વ ભાવના અને અન્યત્વ ભાવનાનું વારંવાર ચિંતન-મનન નહીં કરો તો શોક, સંતાપ અને હર્ષ-ઉન્માદનાં દ્વન્દ્વ સતાવતાં રહેશે. દીનતા-હીનતા, માન, અભિમાન ઇત્યાદિ દોષોમાં માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રહે... એટલા માટે ભાવનાઓનું ચિંતન-મનન કરતા રહો.
આજે બસ, આટલું જ.
૧૨
શાન્તસુધારસ : ભાગ ૨