________________
જીવવાની ભાવનાને સફળ બનાવી શક્યા નહીં. તેમના શરીરે તેમને દગો દીધો. એક ભાઈ આવ્યા. પર્યુષણના દિવસો હતા. તેમણે કહ્યું: “આગળના પર્યુષણમાં મારી ઈચ્છા મા ખમણની - એક માસના ઉપવાસ કરવાની છે. હું અવશ્ય કરીશ.” તેમનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. ઉંમર ૩૫-૪૦ વર્ષની હતી. પરંતુ ત્રણ મહિના પછી તેમને કેન્સર થઈ ગયું અને પર્યુષણ પહેલાં જ મૃત્યુ પામ્યા! શરીરે
એમને પણ દગો દીધો. - એક ભાઈની ઇચ્છા ઉપધાન તપ કરવાની અને કરાવવાની હતી. શ્રીમંત હતા
અને તંદુરસ્ત પણ. પરંતુ શરીરે એમને દગો દીધો. તે બીમાર પડ્યા. તેમના દીકરાઓ એમને અમેરિકા લઈ ગયા અને ત્યાં એમનું મૃત્યુ થયું. એક યુવાન એટલા માટે લગ્ન કરતો ન હતો કે એને એની મનપસંદ છોકરી મળતી ન હતી. જ્યારે મનપસંદ છોકરી મળી તો છોકરાના શરીરમાં અસાધ્ય રોગ પેસી ગયો. શરીર સડી ગયું. શરીરમાં કીડા પડી ગયા. એના શરીરે પણ
એને દગો જ દીધો ને ? 1 એક સુખી પરિવારની છોકરીને દીક્ષા લેવી હતી. સાધ્વી થવું હતું. વિરક્તિ તો
હતી જ. શરીર પણ સારું નીરોગી હતું. પરંતુ એક દિવસે એની આંખોમાં - બળતરો શરૂ થઈ. બે દિવસમાં જ આંખો ચાલી ગઈ ! અંધ થઈ ગઈ. શરીરે | દગો દીધો અને તે સાધ્વી ન બની શકી.
આવા તો અનેક ઉદાહરણો છે. એટલા માટે શરીર ઉપર વિશ્વાસ ન કરો. જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધીમાં સુકૃત કરી લો, ધર્મ-આરાધના કરી લો. કાયા - કાચી માટીનો પિંડઃ
જયસોમ મુનિવર નામના અધ્યાત્મમાર્ગના કવિએ ‘અશુચિ ભાવનાને એક ભાવપૂર્ણ કાવ્યમાં વ્યક્ત કરી છે - .
છઠ્ઠી ભાવના મન ઘરો જીલ! અશુચિભરી એ કાયા રે, શી માયા રે માંડી, કાયા પિંડશું એ... શી માયા રે... ૧ નગર ખાલ પરે નિત વહે કફ મલ-મૂત્ર ભંડાર રે તિમ દ્વારા રે નર નવ દ્વાદશ નારીના એ.. શી માયા રે... ૨ દેખી દુર્ગધ દૂરથી, તું મુહ મચકોડે માણે રે નવિ જાણે રે તિણ પુદ્ગલ નિજ તનુ ભર્યું રે... શી માયા રે... ૩ માંસ રુધિર મેદરસે અસ્થિ મજ્જા નર બીજે રે, શું રીઝે રે ? રૂપ દેખી દેખી આપણું રે.. શી માયા રે.. ૪
અશુચિ ભાવના
પપ |