________________
વાંદી સ્તવી રાજા વળ્યો, ૠષિ કીધું અનશન તિહાં હેવ. વૈભારિગિર એક માસનું પાળી હો તે ઉપન્યો દેવ...
જ્યારે મુનિને લાગ્યું કે મારો અંત નજીક છે, આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે, એટલે તેણે એક માસનું અનશન ગ્રહણ કરી લીધું. એટલે કે એક માસના ઉપવાસ ! એવા મુનિવર જેવું આપણે તપ નથી કરી શકતા, નથી તો જંગલમાં ધ્યાન લગાવી શકીએ છીએ. પરંતુ ભાવભક્તિપૂર્વક એમનું નામ સ્મરણ કરવામાં આવે, તો પણ પાપોનો નાશ થઈ જાય અને ભવસાગરને તરી જઈએ ! કવિએ કહ્યું છે - ધનધન ધન્નો ઋષિવર તપસી, ગુણ તણો ભંડાર જી, નામ લિયેતાં પાપ પણાસે, લહિયે ભવનો પાર જી...
અનશન તપ પૂર્ણ થતાં ધન્ના અણગારનો સ્વર્ગવાસ થયો. તેમનો આત્મા અનુત્તર દેવલોકમાં ‘સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીએ સમવસરણમાં કહ્યું ઃ ‘સર્વાર્થસિદ્ધ દેવલોકમાં એ ૩૩ સાગરોપમ એટલે કે અસંખ્ય વર્ષનું આયુષ્ય ભોગવશે. તે પછી એનો જન્મ ‘મહાવિદેહ’ ક્ષેત્રમાં થશે. તે દીક્ષા લેશે. સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે.
અંતમાં કવિ ‘જ્ઞાનસાગરજી’ કહે છે -
એહવા સાધુ તણા પાય વંદી, કરીએ જન્મ પ્રમાણ જી, જિહ્વા સફળ હોવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણ જી.
એવા સાધુપુરુષના ચરણોમાં વંદના કરીને જીવનને સફળ બનાવીએ અને જિહ્વાને ય સફળ બનાવીએ મુનિગુણગાનથી. આ રીતે આત્મકલ્યાણ કરીએ. ગુણપ્રશંસા - શ્રેષ્ઠ ગુણ :
ગુણવાન પુરુષોની પ્રશંસા કરતા રહો. ગુણોનું કીર્તન કરતા રહો. કહેવામાં આવ્યું છે કે -
૨૧૪
ગુણરયણ મંડિયાણું બહુમાણે જો કરેઈ સુદ્ધમણો । સુલહા, અન્નજન્મમ્મિ, તસ્ય ગુણા હોતિ નિયમેણ
ગુણરત્નોથી સુશોભિત સત્પુરુષોનું શુદ્ધ મનથી બહુમાન કરનારાઓને બીજા જન્મમાં એ ગુણ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે પુરુષના હૃદયમાં ઉત્તમ-શ્રેષ્ઠ ગુણો પ્રત્યે અનુરાગ હોય છે, તે તીર્થંકરપદ’ પણ પ્રાપ્ત કરી શકે છે. તપશ્ચર્યા... સમતા, ઉદાસીનતા સહિત કરેલી તપશ્ચર્યા એક મહાન ગુણ છે. એ ગુણવાળા તપસ્વીને સદૈવ આપણા નમસ્કાર હો... નમસ્કાર હો.
આજે બસ, આટલું જ.
શાન્તસુધારસ : ભાગ ૨