________________
છઠ્ઠ તપ આંબિલ પારણે. લિયો નીરસ હો વિરસ આહાર કે, માખી ન વાંછે એહવો, દિયે આણી હો દેહને આધાર કે...
તે મુનિ જગ વંદીએ. આંબિલનો એવો આહાર એ મુનિ ગોચરીમાં લાવતા હતા કે જેની ઉપર માખી પણ બેસવાનું પસંદ કરતી ન હતી !! ૧૪ હજાર શ્રમણોમાં શ્રેષ્ઠ શ્રમણ :
જ્યારે ભગવાન મહાવીર કાકંદીમાંથી વિહાર કરતા કરતા રાજગૃહી પધાર્યા, ત્યારે મહારાજા શ્રેણિક સમગ્ર પરિવારની સાથે ભગવાનને વંદન કરવા અને દેશના સાંભળવા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેશના સાંભળીને શ્રેણિકે વિનયથી ભગવંતને
પૂછ્યું :
ચૌદ સહસ અણગારમાં રે, કુણ ચઢતે પરિણામ?
કહો પ્રભુજી કરુણા કરી રે. નિરૂપમ તેહનું નામ “હે પ્રભુ, આપના ૧૪ હજાર શિષ્યોમાં પ્રતિક્ષણ વર્ધમાન -શુભ પરિણામ કયા મુનિનાં છે? મારી ઉપર કરુણા કરીને એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.” . ભગવાને કહ્યું ઃ શ્રેણિક એ ધન્યનામ છે. ધનો અણગાર સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ઠ અને પ્રતિપલ વર્ધમાન પરિણામવાળો ! “અનુત્તરોપપાતિક સૂત્ર'માં ધના અણગારના વિષયમાં ભગવાન મહાવીરે જે પ્રશંસા કરી છે - એ સાંભળીને શ્રેણિક સ્વયે વૈભારગિરિ ઉપર જાય છે અને તે મહામુનિને ધ્યાનસ્થ દશામાં ઊભેલા જુએ છે. માત્ર અસ્થિપિંજર જ જુએ છે. મુખ પર શાન્તિ, ઉપશમ અને પ્રસન્નતા જ, દેખાય છે. રાજા શ્રેણિકે ભાવપૂર્વક વંદના કરી અને કહ્યું: “જે રીતનું ભગવાને મુનિનું વર્ણન કર્યું હતું એવું જ રૂપ દેખાય છે.”
‘દીક્ષા લીધાને આઠ માસથયા હતા. છઠ્ઠ તપને પારણે આયંબિલનું તપ કરતાં એમણે શરીરનું માંસ, રધિર બાળી નાખ્યું હતું. તપની આગમાં શરીર બળી ગયું હતું. જાણે કે બળેલું બાવળવૃક્ષ જેણે ગૃહસ્થજીવનમાં એક પણ આયંબિલયાતો એકાસણું પણ કર્યું ન હતું, જે મહેલ જેવી હવેલીમાં જન્મ્યો હતો, ૩ર કરોડ સુવર્ણમુદ્રાઓનો માલિક હતો, ભદ્રાનો એકનો એકપુત્ર હતો, ખૂબલાડકોડમાં ઊછરીને મોટો થયો હતો, ૩ર પનીઓનો સ્વામી હતો, ભોગોપભોગની વિપુલ સામગ્રી હતી, એવો ધન્યકુમાર દીક્ષા લઈને શરીર પ્રત્યેનિસ્પૃહઅને અનાસક્ત બનીને ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કેવું એનું મનોબળ હશે?” આત્મશુદ્ધિની કેવી તમન્ના હશે ? વૈભારગિરિના પહાડી વિસ્તારમાં દિવસો સુધી ધ્યાનસ્થ ઊભા રહેવું -નિર્ભય અને નિશ્ચલ ઊભા રહેવું, મામુલી વાત તો નથી જ. કવિએ કહ્યું છે -
નિરા ભાવના
૨૧૩