________________
તપ - સંયમલક્ષ્મીનું વશીકરણ :
કેટલાક લોકો કહે છે : “અમારે સંયમ તો લેવો છે, પરંતુ ભાવના એટલી પ્રબળ નથી થતી.” એવા લોકોને ગ્રંથકાર કહે છે - તપ કરો, તમંને સંયમલક્ષ્મી વશ થશે; એટલે કે તપને સંયમધર્મની પ્રાપ્તિ થશે. બાહ્ય-આત્યંતર તપની આરાધના વારંવાર કરવી પડશે.
તપ - મોક્ષપ્રાપ્તિ કરાવવાનું વચન આપે છે :
નિરાશંસ ભાવથી તપ કરતા રહો. તપ તમને વચન આપે છે કે “હું તમને મોક્ષપ્રાપ્તિ કરાવીશ. વારંવાર મારું આલંબન લેતા રહો.” તપ ખાતરી આપે છે. જોઈએ છે તમારે મોક્ષ ? જોઈએ છે તમારે મુક્તિ ? તો તમે તપ કરો. તપ કરો - આત્યંતર તપ કરો. કષાયમુક્ત તપ કરો. વિચારોથી મુક્ત તપ કરો. તપ - ચિંતામણિ રત્ન છે ઃ
ત્રીજી વાત તમને લોકોને ખૂબ જ ગમશે. તપથી મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમારી જે જે ઇચ્છાઓ થાય છે તે માટે તમે તપઃ ચિંતામણિરત્નની આરાધના કરતા રહો. તમારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ થશે.... છે ને સારી વાત ? ઇચ્છાપૂર્તિ માટે અહીંતહીં ભટકવાનું છોડી દો. તપ કરતા રહો. આયંબિલનું તપ કરો. ઉપવાસ - બે ઉપવાસ...ત્રણ ઉપવાસ... કરતા રહો. ઇચ્છાઓ પૂર્ણ થતી જશે. પરંતુ એક સાવંધાની રાખજો....તપ શરીરથી થાય છે. જો ખરાબ ઇચ્છાઓ પૂર્ણ ક૨વા જશો, તો શરીર બગડશે. તપ નહીં થાય. ઇચ્છાઓ પૂર્ણ નહીં થાય. તપ કરતાં શરીર થાકવું ન જોઈએ.
તપ શુભ ઇચ્છાઓ માટે જ કરો. અંતિમ લક્ષ્ય આત્મશુદ્ધિનું જ રાખો. દેવગુરુ-ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધા રાખો.
તપના અભિમાનથી દૂર રહો.
. कर्मगदौषधमिदमिदमस्य च जिनपतिमतमनुपानम् । विनय समाचार सौरव्यनिधानम् - शान्तसुधारसपानम् ॥ ८ ॥ આ આઠમી અને અંતિમ કડી છે. પહેલાં એનો શબ્દાર્થ સમજી લો.
“આ તપ કર્મરૂપ રોગો માટે ઔષધ સમાન છે અને જિનેશ્વરોની આજ્ઞા એ ઔષધનું અનુપાન છે. તમામ સુખોના નિધાનરૂપ શાન્તસુધાના રસનું તું પાન કર્યા
કર.”
નિર્જરા ભાવના
૨૪૧