________________
૩. વિપાક વિચય શુભાશુભ કર્મોના અપાયોનું વિપાકોનું ચિંતન. ૪. સંસ્થાન વિચય-પદ્રવ્ય, ત્રણ લોકનું ક્ષેત્ર, ૧૪ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરીને વિશ્વવ્યવસ્થાનો નિર્ણય કરવો.
शमयति तापं गमयति पापं रमयति मानसहंसम् । हरति विमोहं दूरारोह, तप इति विगताशंसम् ॥ ६ ॥ ગેયકાવ્યની આ છઠ્ઠી કારિકા છે. પહેલાં એનો અર્થ સાંભળો “તપના તેજથી તાપ-સંતાપ શાન્ત થઈ જાય છે. પાપ વિરામ પામે છે. તપમનહંસને ક્રીડા કરાવે છે. અરે, અજેય માનવામાં આવતા મોહનો પણ તપ નાશ કરી નાખે છે. હા, તપ આશંસારહિત હોવું જોઈએ.” નિરાશ ભાવથી તપ કરો:
નિરાશંસ - કોઈ પણ પ્રકારની આશંસા, કામના તૃષ્ણા કર્યા વગર કરવામાં આવેલું તપ આત્મામાં કેવું અદ્ભુત પરિવર્તન લાવે છે, એનું વર્ણન અહીં ગ્રંથકારે કર્યું છે. તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે. પછી શું થાય છે? u વિષયતૃષ્ણા અને કષાયોના આકરા તાપ શાન્ત થાય છે. | જીવન નિષ્પાપ બનતું જાય છે. | મન હંસ આત્મભાવમાં રમમાણ રહે છે. in મિથ્યા વ્યામોહ દૂર થઈ જાય છે.
આત્મા ઉપર ભલેને અનંત-અનંત કમોનાં પડ ચડ્યાં હોય, પરંતુ તમે ઘોર, વીર તપ, ઉગ્રતપનો સહારો લીધો; તો કર્મોનાં તમામ પડ કપાઈ જશે. એને કહે છે. નિર્જરા. તપના બાર પ્રકાર છે. આ બાર પ્રકારોને ટીમપાવરથી સામુહિક રૂપે કાર્યમાં લગાડી દો. કર્મોના મૂળિયાંને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે આ તપ. બાહ્ય-આત્યંતર તપમાંથી જે સમયે જેને મેદાનમાં ઉતારવું હોય તેને ઉતારી દો. તમારી પાસે એક વેધક દ્રષ્ટિ હોવી જોઈએ કે કયા તપને ક્યારે અને ક્યાં સુધી ઉપયોગમાં લેવાનું છે. લક્ષ્મ જોઈએ - કર્મોના મૂળિયાંને કાઢી-ઉખાડીને ફેંકી દેવાનું. હવે આપણે નિર્જરા ભાવનાની સાતમી કડી ગાઈશું.
संयमकमलाकार्मणमुज्ज्वल-शिवसुखसत्यंकारम् । चिन्तितचिन्तामणिमाराधय तप इह वारंवारम् ॥ ७ ॥ તપ સંયમલક્ષ્મીનું સાચું વશીકરણ છે. નિર્મળ મોક્ષસુખ માટે વચનરૂપ છે. મનોકામના પૂર્ણ કરનાર ચિંતામણિ રત્ન છે. એટલા માટે તું વારંવાર એની આરાધના કર. ૨૪૦
સુધારસ ભાગ ૨)