________________
અલ્પ પ્રમાણમાં દેખાય છે. પરંતુ આપ રાજસભામાં બેસો હું સ્નાન કરીને, ઉત્તમ વસ્ત્રાલંકાર સજીને રાજસભામાં સિંહાસન ઉપર આરૂઢ થાઉં ત્યારે મારું રૂપ જોજો.'
રાજા એ જ રીતે સુંદર વસ્ત્રો-અલંકારોથી સુશોભિત થઈને રાજસભામાં જઈને સિંહાસન ઉપર બેઠી અને એ બે દેવ-બ્રાહ્મણો રાજસભામાં ચક્રવર્તીની સમીપ જઈને ઊભા રહ્યા. એમણે દિવ્યદ્રષ્ટિથી ચક્રવર્તીના શરીરને જોયું. તેઓ ખિન્ન થઈ ગયા. તેઓ વિચારમાં પડી ગયા- “અરે ક્ષણ વારમાં આ રૂપ, આ કાન્તિ, એ લાવણ્ય, ક્યાં ચાલ્યું ગયું? બ્રાહ્મણોના મુખ પર ગ્લાનિ અને ખેદ જોઈને ચક્રવર્તીએ પૂછ્યું : ‘પહેલાં તો મને જોઈને તમે બંને જણા ખૂબ પ્રસન્ન થયા હતા અને અત્યારે અહીં તમારા મુખો ઉપર ગ્લાનિ અને ખેદ કેમ વર્તાય છે? શું વાત છે?”
એ સમયે બ્રાહ્મણોએ તેમનું દેવસ્વરૂપ પ્રકટ કર્યું અને બોલ્યા “ચક્રવતી, અમે સૌધર્મ દેવલોકવાસી દેવો છીએ, દેવસભામાં ઈન્દ્ર આપના રૂપની પ્રશંસા કરી હતી! એ સાંભળીને અમને વિશ્વાસ બેસતો ન હતો, એટલા માટે મનુષ્ય રૂપમાં આપને પ્રત્યક્ષ જોવા માટે આવ્યા હતા. પહેલાં આપનું રૂપ એવું જ હતું, જેવું અમારા દેવેન્દ્ર બતાવ્યું હતું, પરંતુ હવે અત્યારે તો ન એ રૂ૫ રહ્યું ન એ લાવણ્ય રહ્યું. રાજેશ્વર, આપના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે. સાત રોગ ઉત્પન્ન થઈ ગયા છે (બીજા ગ્રંથોમાં સોળ મહારોગોની વાત આવે છે). આ રીતે બોલીને બંને દેવો અદ્રશ્ય થઈ ગયા. ચક્રવર્તીનું શરીર રોગગ્રસ્ત :
દેવોની વાત સાંભળીને ચક્રવર્તીએ પોતાના શરીર તરફ જોયું, નિસ્તેજ અને કાન્તિહીન !! ચક્રવર્તીએ વિચાર કર્યો: “રોગગ્રસ્ત - રોગોના ઘરરૂપ શરીરને ધિકાર છે. તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ લોકો વ્યર્થ જ શરીરનો મોહ રાખે છે. આ શરીરની અંદર જ્યારે અનેક રોગો થઈ જાય છે ત્યારે તે વિદીર્ણ થઈ જાય છે.'
શરીર રોગોથી શિથિલ થઈ જાય છે, પરંતુ વિષયોની આશા શિથિલ થતી નથી. રૂપ ચાલ્યું જાય છે, પરંતુ પાપબુદ્ધિ જતી નથી. વૃદ્ધાવસ્થા આવે છે, પરંતુ જ્ઞાનદશા આવતી નથી. આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાન્તિદ્રવ્ય આદિ કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન ચંચળ છે.
હવે તો આ વિનાશી શરીરથી “સકામ નિર્જરા કરનાર ઘોર તપ જ કરવું જોઈએ. એને માટે મારે સંસારનો ત્યાગ કરીને સદ્ગુરુ પાસે જઈને ચારિત્ર લેવું જોઈએ. સનત્કુમાર ચારિત્ર લે છે :
ચકવતી તો વૈરાગ્યભાવથી ઓતપ્રોત થઈ ગયા. એમણે રાજસભામાં એ જ વખતે પોતાની ભાવના જાહેર કરી દીધી અને પોતાના પુત્ર-રાજકુમારનો
નિરા ભાવના
૨૦૧]