________________
છે. એના દેહની દિવ્ય પ્રભાથી રાજસભામાં બેઠેલા દેવો આશ્ચર્યચકિત થઈ જાય છે. દેવોએ ઈન્દ્રને પૂછ્યું “આ સંગમદેવને આવું લોકોત્તર રૂપ કેવી રીતે મળ્યું?' ઈન્દ્ર કહ્યું કે તેણે પૂર્વ જન્મમાં આયંબિલ વર્ધમાન તપ કર્યું હતું, એ તપના પ્રભાવે એને આવું અનુપમ રૂપ અને દિવ્ય તેજ પ્રાપ્ત થયાં છે. જે
દેવોએ પૂછ્યું - “આ દેવ જેવું રૂપ આ સમયે બીજા કોઈ પુરુષનું હશે?” ઇન્દ્ર જવાબ આપ્યો “મનુષ્યલોકમાં કુરુવંશીય સનકુમાર ચક્રવર્તીના જેવું રૂપ નથી દેવસૃષ્ટિમાં, નથી મનુષ્યલોકમાં.'
આ સાંભળીને રાજસભામાં બેઠેલા વિજય અને વૈજયન્ત નામના બે દેવોને ઈન્દ્રની વાત ઉપર શ્રદ્ધા ન બેઠી. તેમણે જાતે જ હસ્તિનાપુરમાં જઈને ચક્રવતી સનતુનું રૂપ જોવા માટે નિર્ણય કર્યો. તેમણે રૂપ-પરિવર્તન કર્યું. બંને બ્રાહ્મણ બની ગયા. હસ્તિનાપુર પહોંચ્યા. રાજમહેલમાં પ્રવેશ્યા. એ સમયે ચક્રવર્તી શરીર ઉપરથી અલંકારો ઉતારીને, વસ્ત્રો ઉતારીને સ્નાન કરવાનો આરંભ કરી રહ્યા હતા.
એ બે દેવો બ્રાહ્મણના રૂપમાં આવીને દ્વારપાળની પાસે ઊભા રહ્યા. દ્વારપાળે જઈને ચક્રવર્તીને કહ્યું: “હે નાથ ! દૂર દેશથી બે બ્રાહ્મણો આપનાં દર્શન કરવા આવ્યા છે.” ચક્રવર્તીએ આવવા અનુમતિ આપી. બંને બ્રાહ્મણો સ્નાનગૃહના દ્વારા પાસે આવ્યા. ચક્રવર્તીનાં દર્શન કર્યા. વિસ્મિત થઈને તેમણે મસ્તક હલાવ્યાં અને વિચાર કરવા લાગ્યા - “અહો કેવું રૂપ! એનું લલાટ અષ્ટમીના ચંદ્રનો તિરસ્કાર કરે છે. એનાં નેત્રો નીલકમલની કાન્તિને પરાજિત કરે છે. એના અધેર તો પક્વ બિંબફળ જેવી પ્રભા ધારણ કરે છે. છીપની શોભા જેવા કાન છે. પાંચજન્ય શંખ જેવો કંઠ છે. એની બંને ભુજાઓ હાથીની સૂંઢનો તિરસ્કાર કરે છે. એનો ઉરપ્રદેશ સુવર્ણગિરિની શોભાનેય લૂંટે છે. વધારે શું કહેવું?
એના શરીરનું રૂપ શબ્દો દ્વારા અવર્ણનીય છે. અરે, લાવણ્યસરિતાનું પૂર ઊમટે છે. વાસ્તવમાં કરેલી પ્રશંસા સાચી છે. ઉત્તમ પુરુષો મિથ્યા ભાષણ કરતા નથી.
એ સમયે સનકુમારે પૂછ્યું: હે ઉત્તમ બ્રાહ્મણો, આપ અહીં કયા પ્રયોજનથી પધાયા છો?” બ્રાહ્મણોએ કહ્યું, “હે ચક્રવર્તી ! આ સચરાચર વિશ્વમાં આપના લોકોત્તર ચમત્કારિક રૂપની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. હેનરપતિ, આપના રૂપની પ્રશંસા સાંભળીને અમે ઘણા દૂરથી આપનાં દર્શન કરવા માટે આવ્યા છીએ. જેવું અદ્ભુત રૂપ સાંભળ્યું હતું, એનાથી વધારે સુંદર રૂપ અમે અહીંયાં જોયું.'
ચક્રવર્તીએ પ્રસન્ન મુદ્રાથી કહ્યું, “હે દ્વિજશ્રેષ્ઠ, અત્યારે તો મારું શરીર શણગાર રહિત છે અને તૈલાદિ અત્યંગથી વ્યાપ્ત છે. આનાથી અત્યારે તો શરીર કાન્તિ
૨૦૦ લિ
| શાન્ત સુધારસઃ ભાગ ૨)