________________
રાજ્યાભિષેક કરી દીધો.
એ સમયે હસ્તિનાપુરના ઉદ્યાનમાં આચાર્યશ્રી વિનયંધરસૂરિજી શિષ્ય પરિવારની સાથે બિરાજમાન હતા. ચક્રવર્તીએ એમની પાસે જઈને દીક્ષાચારિત્રધર્મ સ્વીકાર કર્યો અને ઉગ્ર તપ કરવાની પ્રતિજ્ઞા કરી.
ચક્રવર્તીએ સાધુ બનીને જ્યારે નગરમાંથી વિહાર કર્યો તો એક લાખ અનુચરો, હજારો રાણીઓ કલ્પાંત કરવા લાગી અને સમગ્ર પરિવાર એમની પાછળ ચાલ્યો અને પાછા ફરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો. આજ્ઞાંકિત હજારો રાજાઓ, ચક્રવર્તીનો જયજયકાર કરવા લાગ્યા. એમની ઉપર છત્ર ધારણ કરે છે અને ચામર ઢોળે છે. છ-છ માસ એમની પાછળ ચાલ્યા, પરંતુ સનત્કુમાર મહામુનિ તો કષાયરહિત હતા, વિરક્ત હતા. મમત્વરહિત હતા. અને પરિગ્રહ વિનાના હતા.
એમના શરીરમાં ઉદરપીડા, નેત્રપીડા આદિ સાત રોગો એકી સાથે ઉત્પન્ન થયા હતા. બીજા એક મત પ્રમાણે ૧૬ વ્યાધિ ઉત્પન્ન થયા હતા. પરંતુ સમતા ભાવથી એમણે વ્યાધિઓને સહન કર્યા. અન્ય પરીષહોને યં સહન કર્યા. કોઈ દવા નહીં, ઉપચાર નહીં કોઈ ફરિયાદ નહીં. ઘોર તપશ્ચર્યા કરતા રહ્યા. પારણામાં પણ લુખ્ખો આહાર જ ગ્રહણ કરતા.
પરિણામ સ્વરૂપ એ મહામુનિને સાત લબ્ધિઓ પ્રાપ્ત થઈ, તો પણ એમણે એક પણ લબ્ધિનો ઉપયોગ ન કર્યો. શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ ભાવે વિચરતા રહ્યા. આ રીતે ૭૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં. ચક્રવર્તીનું ત્રણ લાખ વર્ષનું આયુષ્ય હતું. બે લાખ વર્ષો સંસારમાં વીતી ગયાં, એક લાખ વર્ષ તેમણે સંયમ ધર્મના પાલનમાં ગાળ્યાં. ફરીથી બે દેવો પરીક્ષા કરવા આવે છે:
૭૦૦ વર્ષ પછી દેવરાજ ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં સનત્કુમાર મહામુનિને જોયા. ઈન્દ્ર હર્ષવિભોર થઈને દેવસભામાં બોલ્યા, ‘ચક્રવર્તી સનતકુમાર કેવું ઘોર તપ કરે છે? તપના પ્રભાવે એમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ તે શરીરની ચિકિત્સા કરતા નથી. તે શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે.'
મહામુનિની આવી પ્રશંસા સાંભળીને એજબેદેવો વિજય અને વૈજયન્તવેદ્યનું રૂપ ધારણ કરીને મહામુનિની પાસે ગયા. તેમણે મહામુનિને પ્રણામ કર્યા અને બોલ્યા, “હે મહાપુરુષ, તમે શા માટે રોગોથી પરિતાપ સહન કરો છો? અમે બંને વૈદ્યો છીએ. અમે અમારાં ઔષધોથી રોગોમાં ઉત્તમ ચિકિત્સા કરીએ છીએ. આપનું શરીર રોગગ્રસ્ત છે. તમારી આજ્ઞા હોય તો અમે તમારા રોગોને નષ્ટ કરી દઈએ.”
ચક્રવર્તી મહામુનિએ કહ્યું: હે વૈદ્યરાજ, જીવોના શરીરમાં દ્રવ્યરોગ અને ભાવરોગ - બે પ્રકારના રોગો હોય છે. ક્રોધાદિ કષાય ભાવરોગ છે. એ ભાવરોગ ૨૦૨ -
શાન્ત સુધારસઃ ભાગ ૨)