________________
ભવાન્તરમાં પણ જીવને અનંત અનંત દુઃખ આપનારા છે. એટલા માટે જે એ ભાવરોગોની ચિકિત્સા આપ કરી શકતા હો તો કરો. દ્રવ્યરોગની ચિકિત્સા તો હું જાતે જ કરી શકું છું.' આવું કહીને મુનિવરે પોતાની આંગળી પોતાના ઘૂંકથી પલાળી, આંગળી સોનાની થઈ ગઈ ! બંને વૈદ્યો-દેવો મહામુનિના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, ‘અમે બંને એ જ દેવો છીએ, જે હસ્તિનાપુરમાં આવ્યા હતા. ઈન્દ્ર દેવસભામાં આપના તપની ખૂબ જ પ્રશંસા કરી હતી. એ સાંભળીને આપની પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા છીએ.” બંને વૈદ્યોએ વંદના કરી અને અંતર્ધાન થઈ ગયા. ૭00 વર્ષ પછી સનત્કુમાર મહામુનિ રોગરહિત બની ગયા. તપથી જિનશાસનની શોભા :
સનત્કુમારની ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચયની દેવલોકમાં બન્ને પ્રશંસા કરી. જિનશાસનની કેટલી પ્રશંસા અને પ્રભાવના થઈ ? “શ્રી નવપદની પૂજામાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
આમોસહી પમુહા બહુ લઢિ, હોવે જાસ પ્રભાવે રે.
અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ પ્રકટે, નમિયે તે તપ ભાવે રે.. શ્રી સનકુમાર મહામુનિની તપશ્ચર્યાથી એમને સર્વ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, સર્વ રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. . આ પૂજામાં ઉપાધ્યાયજી કહે છે -
સર્વમંગલમાં પહેલું મંગળ વર્ણવીયું જે ગ્રંથ - તે તપપદ વિહું કાલ નમિજે વર સહાય શિવપંથ.
તપ સર્વમંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, એટલા માટે ત્રણે કાળ - સવાર, બપોર અને સાંજતાપદને નમસ્કાર કરો. આ તપદ મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ સહાયક છે. તપસ્વીએ આત્મભાવમાં સ્થિર રહેવું જોઈએ અને પરભાવનો ત્યાગ કરવો જોઈએ. આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચા રેઃ
આત્મભાવ સ્થિર થવા માટે આત્મજ્ઞાન થવું જરૂરી છે. પરભાવો પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. મેં તપશ્ચર્યા કરી એટલા માટે મારો ફોટો છાપામાં આવવો જોઈએ. મારી શોભાયાત્રા નીકળવી જોઈએ. મારું સન્માન થવું જોઈએ....' ઈત્યાદિપરભાવોમાં નિનગ્ન આજના નાના મોટા તપસ્વીઓ શું કરી રહ્યા છે? ક્યાં છે કર્મનિર્જરાનો ભાવ? ક્યાં છે આત્મભાવની રમણતા?માત્ર દેખાવ, કીર્તિકામના અને વૈભવપ્રદર્શન! આજે બસ, આટલું જ.
[ નિર્જરા ભાવના
છે.
૨૦૩]