________________
પૌગલિક પ્રેમથી જ નરક-તિર્યંચગતિઃ પુદ્ગલગીતામાં કહ્યું છે “પુદ્ગલરાગે નરકવેદના અનંતીવાર વેદી.”
તાડન-મારન-છેદન-ભેદન-વેદન બહુવિધ પાઈ,
ક્ષેત્રવેદના આદિ દઈને વેદભેદ દરસાઈ પહેલાં તમને મેં નરકગતિનાં દુઃખો બતાવ્યાં, જીવે નરકની આવી વેદના એક વાર નહીં બે વાર નહીં, અનંત વાર ભોગવી છે. કયાં કારણે ભોગવી છે?પુદ્ગલ પ્રેમને કારણે. પરંતુ અહીં જીવ એ ભૂલી જાય છે. અહીંયાં પુણ્યકર્મના ઉદયથી કેટલાંક વૈષયિક સુખો મળે છે, પરંતુ ભૂતકાલીન નરકતિર્યંચગતિનાં દુઃખોને ભૂલી જાય છે. ગ્રંથકાર જીવને એ દુઃખો યાદ કરાવે છે. તે ત્રાસ, વેદનાઓ યાદ કરાવે છે. ફરીથી નરક-તિર્યંચગતિમાં જવું નથી, ફરી વાર ત્યાંનાં ઘોર દારુણ દુઃખ સહન કરવાં નથી તો પુદ્ગલ રાગ ત્યજી દેવો પડશે.
ગ્રંથકાર ઉપાધ્યાયજી ઉપાલંભભયસ્વરમાં કહે છે જે પુદ્ગલ પ્રેમને કારણે તે આટલાં બધાં દુઃખ સહન કયાં, તો પછી ફરીથી પુદ્ગલ પ્રેમમાં પાગલ બની રહ્યો છે. તને શરમ નથી આવતી ? ભૂતકાલીન કડવા અનુભવોને કારણે મનુષ્ય કંઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. એક ભૂલ બે વાર કરવી, વારંવાર કરવી, એ બુદ્ધિમત્તા નથી; મૂર્ખતા છે. કલ્પવૃક્ષનું ભૂત
પુદ્ગલ પ્રેમ સંબંધી એક ઉપનયકથા સંભળાવું છું. ખૂબ સરસ કથા છે. ગરમીના દિવસો હતા. એક મુસાફર જઈ રહ્યો હતો. ખૂબ તરસ, ભૂખ અને થાકથી તે વ્યાકુળ થઈ ગયો હતો. ઘટાદાર વૃક્ષ હતું. વૃક્ષની નીચે સરસ છાયા હતી. શીતળ પવન વાતો હતો. મુસાફર ઝાડ નીચે જઈને બેઠો. એણે શીતળ વાયુને કારણે શાન્તિ અનુભવી. તે વિચાર કરે છે. આજુબાજુ જો પાણી હોત તો કેટલું સરસ!
વિચાર આવતાંની સાથે જ ચાંદીના ઘડામાં પાણી લઈને એક સુંદર સ્ત્રી ત્યાં પ્રકટ થઈ. મુસાફર તો આશ્ચર્યચકિત થઈ ગયો! અતિશય ખુશ થયો. તેણે વિચાર કર્યો. “હું ભૂખ્યો છું. કશુંક ખાવાનું મળી જાય તો ખાઈને પાણી પી લઉં!”
મુસાફર આવો વિચાર કરે છે ત્યાં ચાંદીની થાળીમાં મિષ્ટ ભોજન લઈને એક સેવિકા પ્રકટ થઈ. મુસાફર તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે આનંદમાં નાચવા લાગ્યો. તેણે ભોજન કર્યું, પેટ ભરીને પાણી પીધું, પછી વિચાર કર્યો : ભોજન પછી વામકુક્ષી કરવાની સગવડ મળી જાય તો થોડોક આરામ કરી લઉં!”
ઈચ્છા કરતાંની સાથે જ એક સુંદર પલંગ, એમાં સુંદર પાથરણું અને [ ૧૮ ]
| શાન્ત સુધારસ : ભાગ ૨