________________
નિબંધન બની જાય છે. નિર્મળ આત્માને જાણોઃ
આપણે મૂળભૂત વાત ઉપર આવીએ. મૂળભૂત વાત છે - નિર્મળ આત્મતત્ત્વને જાણવું. આત્માને જાણવો એટલે કે સર્વ જાણી લેવું. આત્માને જાણવો એટલે દુનિયાના તમામ દગાઓથી બચવું. મિથ્યા છળ અને પ્રપંચોથી બચવાનું છે. આત્માને જાણવાનો છે અને મિથ્યા દ્રષ્ટિકોણનો પરિત્યાગ કરવાનો છે. એટલા માટે ગ્રંથકાર કહે છે કે આત્માને જુઓ, આત્મા સાથે વાત કરો.
જ્યારે મનુષ્ય પોતાના આત્મા સાથે વાત કરવા લાગે છે ત્યારે પોતાની મેળે જ મૌન સધાઈ જાય છે. જ્યાં સુધી આપણે આત્મા સાથે વાત કરવાનું જાણતા નથી ત્યાં સુધી મૌન સારું લાગતું નથી, અને ત્યાં સુધી ધર્મધ્યાન, આત્મધ્યાન અને પરમાત્મધ્યાન પણ સારું લાગતું નથી, સ્વયંને જોતા નથી ત્યાં સુધી આ બધું સારું નથી લાગતું. આચાર્ય અમૃતચંદ્રજીએ કહ્યું છે - *
भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद् यावद् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठिते ॥
ત્યાં સુધી અવિચ્છિન્ન ધારાથી ભેદવિજ્ઞાનની ભાવના કરવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન પદાર્થચેતના (પૌદ્ગલિક જ્ઞાન)થી શ્રુત થઈને આત્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય.”
હું શરીરથી અલગ ભિન્ન છું” આ અનન્ય ભાવનાનું એક ચિંતન છે, એ વાતની અનુભૂતિ થવી જોઈએ.
दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृती, तिर्यङ्नारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्व तत्परकीय दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा रज्यन्मुह्यसि मूढतानुपचरन्नात्मन्न किं लज्जसे ॥ ४ ॥
પરપદાર્થોની, પૌગલિક પદાર્થોની આસક્તિને કારણે જીવને આ સંસારમાં 'કેટલાં દુઃખ પડ્યાં છે એ બતાવતાં કહ્યું છે કે -
હે આત્મનું, એ બતાવ કે આ વિશ્વમાં એવી કઈ પીડા છે, વિટંબણા છે કે જેનો તે અનુભવ ન કર્યો હોય ! પશુ અને નરકગતિમાં તેં માર ખાધો છે. વારંવાર તને કાપવામાં આવ્યો છે. તારા ટુકડેટુકડા કરવામાં આવ્યા છે. આ સર્વ પરપદાર્થોની આસક્તિની ઈન્દ્રજાળ છે અને આટલો કરુણ અંજામ વિસારીને ફરી પાછો એ ભાવમાં પગ મૂકી રહ્યો છે? મૂઢ બનતો જાય છે? બેશરમીની પણ હદ હોય છે ! અન્યત્વ ભાવના દ
૧૭ ]
૧૭.