________________
મચ્છરદાની પ્રકટ થઈ ગયાં ! સાથમાં પંખો લઈને એક દાસી ઉપસ્થિત થઈ. મુસાફર તો આશ્ચર્યમૂઢ બનીને જોતો જ રહ્યો. અચાનક તેના મનમાં એક નવો વિચાર આવ્યો - “કલ્પના કરું છું તે બધું મળી જાય છે, તો આ વૃક્ષમાં કોઈ ભૂત તો નિવાસ નહીં કરતું હોય?”
વિચાર આવ્યો તેટલામાં જ એક ભયાનક આકૃતિવાળું ભૂત પ્રકટ થઈ ગયું મુસાફર ગભરાયો. તેને પરસેવો વળી ગયો. તેણે વિચાર કર્યો: “શું આ ભૂત મને ખાઈ જશે?” ખલાસ થઈ ગયું ! એ ભૂત પ્રવાસીને ખાઈ ગયું ! પ્રવાસ પૂર્ણ થઈ ગયો. પૌગલિક પ્રેમે જીવની આવી દશા કરી છે. અનંત ઈચ્છાઓ જીવને નરકનિગોદમાં ઘસડીને લઈ જાય છે. તે ઘોર દુઃખ અને ત્રાસ ભોગવે છે અને તેનો સર્વનાશ થઈ જાય છે. સ્વહિત માટે પુરુષાર્થ કરોઃ
પૌદ્ગલિક પ્રેમ, વૈષયિક રાગ, પરભાવ આસક્તિનાં અતિ દુઃખદ પરિણામ સમજ્યા પછી શું તમે પુદ્ગલ પદાર્થો પ્રત્યે વિરક્ત બનશો? જો થોડીક પણ બુદ્ધિમત્તા હોય તો વિરક્ત બનો અને પુદગલ પદાર્થોની ઈચ્છાઓ ઓછી કરતા જાઓ. જીવનમાં પરપદાર્થોની ઓછામાં ઓછી આવશ્યકતાઓ રાખો. આ તો માયાવી દુનિયા છે. ભૂતના કલ્પવૃક્ષ જેવી છે. એટલા માટે ગ્રંથકાર કહે છે -
ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना । सर्वमन्यद्विनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५ ॥
જ્ઞાનમય; દર્શનમય, ચારિત્રમય ચેતના (આત્મા) સિવાય તમામ પદાર્થો પરાયા છે, અન્ય છે.” તું આ વિચારને દ્રઢ કરીને પોતાના આત્મહિતમાં આત્મકલ્યાણ માટે પ્રયત્ન કર.'
જે આત્માથી પર છે, ઈન્દ્રિયોનો વિષય છે, પુદ્ગલ પદાર્થ છે, એમનો. ભોગોપભોગ તો જીવન માટે કરવો જ પડે છે, પરંતુ એમાં રાગી બનવાનું નથી, આસક્ત બનવાનું નથી. જ્ઞાની એ જ છે કે જે આત્માને જાણે છે અને જ્ઞાની રાગરહિત અને વિરાગસહિત હોય છે.
આપણા આગમગ્રંથોમાં કહ્યું છે : મનિ. શ્રમણ-શ્રમણી શરીરના સૌન્દર્યને વધારવા માટે ભોજન નથી કરતાં, આહાર નથી લેતાં; તો પછી પ્રશ્ન થાય કે મુનિ ભોજન શા માટે કરે છે? ભોજનનો ઉદ્દેશ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે માત્ર શરીર ધારણ કરવા માટે - શરીર નિવહ માટે, સંયમજીવનની નિબંધ પાલના માટે અને સુધાવેદનાના શમન માટે મુનિ વિરક્ત ભાવથી ભોજન કરે છે. | અન્યત્વ ભાવના
૧૯ |