________________
મુનિએ દોષરહિત ભિક્ષા લાવવાની હોય છે અને રાગદ્વેષ કર્યા વગર, નિંદાપ્રશંસા કર્યા વગર ભોજન કરવાનું હોય છે. આમ તો જે જ્ઞાની હોય છે તેવા તમે પણ જ્ઞાની બની શકો છો. તમારું ભોજન-લક્ષ્ય એવું બની શકે છે. તમે સુંદર મકાનમાં રહો, પરંતુ તમારું લક્ષ્ય આત્મહિતનું, આત્મકલ્યાણનું આરાધન બનવું જોઈએ. શરીરમાં રોગ ઉત્પન્ન થતાં તમે દવા પણ લઈ શકો છો. તમારો ઉદ્દેશ સાધના માટે શરીરને સ્વસ્થ રાખવાનો છે. આત્માની અંદર જ્ઞાનની જ્યોત જલતી રહેશે તો પૌદ્ગલિક પદાર્થોના ભોગોપભોગમાં રાગદ્વેષ નહીં જાગે. વાત એક - દૃષ્ટિકોણ છે?
ભૂખ લાગવી એક વાત છે. જ્ઞાનીને ભૂખ લાગે છે તેમ અજ્ઞાનીને પણ ભૂખ લાગે છે, પરંતુ બંનેના વિચારવાનો દ્રષ્ટિકોણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાની વિચારે છે કે ભૂખ એક બીમારી છે. એના ઉપચાર માટે ભોજન કરવાનું છે. જ્ઞાની વ્યક્તિનો ભોજન પ્રત્યે ચિકિત્સાત્મક દ્રષ્ટિકોણ હશે, જ્યારે અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ રચનાત્મક પદ્ધતિનો હશે. તે તો વિચારશે કે “ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ, મધુર હોવું જોઈએ.”
જ્ઞાની અને અજ્ઞાનીના દ્રષ્ટિકોણ તદ્દન વિભિન્ન હોય છે. અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ હોય છે સ્વાદનો, શરીરપુષ્ટિનો, શરીરવધનનો અને જ્ઞાનીનો દ્રષ્ટિકોણ હોય છે માત્ર ઉપચારનો !
શ્રી આચારાંગસૂત્રમાં એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે : “અપ્પા સહ પરિબ્બા " જે જ્ઞાની છે, દ્રષ્ટા છે, તે ભોગ કરે છે. ખાનપાન, શયનાદિ સમગ્ર વ્યવહારોનું આચરણ કરે છે, પરંતુ એના પ્રત્યે એનો દ્રષ્ટિકોણ અજ્ઞાનીના દ્રષ્ટિકોણ કરતાં ભિન્ન છે. એક સામાન્ય મનુષ્ય જેવો વ્યવહાર કરે છે તેનાથી ભિન્ન રીતનો વ્યવહાર જ્ઞાની કરશે. જીવનવ્યવહારોમાં એ જ્ઞાનને અનુસૂત કરશે, એનો સમગ્ર જીવનવ્યવહાર જ્ઞાનમય બનશે. ઈચ્છાઓથી મુક્ત થવાનું છેઃ
માત્ર વિચારવાનું જ નથી કે “આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય છે.” જીવનવ્યવહારોમાં જ્ઞાન-દર્શન-ચારિત્રને ઉતારવાનાં છે. એ ત્યારે જ શક્ય બનશે કે જીવન જીવવામાં ઈચ્છાઓ ઓછી થશે, મૂચ્છ નહીં રહે. તીવ્ર ઈચ્છાને મૂચ્છ કહે છે. મૂચ્છને પરિગ્રહ કહેવામાં આવે છે. પરિગ્રહનો ત્યાગ કરવો એટલે કે મૂચ્છનો ત્યાગ કરવો. ‘સમયસાર’માં કહ્યું છે -
[ ૨૦
| શાન્તસુધારસ ભાગ ૨