________________
" न हि विदधानः कथमपि तृप्यसि मृगतृष्णाघनरसपानम् ।" ‘રણના ઝાંઝવા-મૃગજળને હોઠે લગાડવાથી તરસ છીપતી નથી, ઊલટી વધારે પ્રબળ બને છે. વિષયોની મૃગતૃષ્ણામાં મરતો રહ્યો, જનમતો રહ્યો, હજુ પણ એ ચક્રનો અંત નથી આવ્યો. આજે હું માનવ છું. મને માનયજીવન મળ્યું છે. આ જીવનમાં મારે આ અતૃપ્તિની આગ બુઝાવી દેવાની છે. મને સમગ્ર વિશ્વનું દર્શન થઈ ચૂક્યું છે. વિશ્વની યથાર્થતાને મેં ઓળખી લીધી છે. મોક્ષમાર્ગનો અવબોધ મને પ્રાપ્ત થયો છે. હવે હું એવો આંતર-બાહ્ય પુરુષાર્થ કરું કે મારું ભવભ્રમણ અટકી જાય, આત્મા સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ જાય.”
આ રીતે આત્મચિંતનના અનંત આકાશમાં ઊંચે ને ઊંચે ઊડતો સાધક આત્મા સૌથી પહેલાં ત્રણ આંતરશત્રુઓ ઉપર વિજય પામે છે -
રાગ ઉપર આક્રમણ કરીને રાગવિજેતા બને છે.
દ્વેષ પર આક્રમણ કરીને દ્વેષવિજેતા બને છે. # કામવાસના પર આક્રમણ કરીને કામવિજેતા બને છે. જિનપતિનો સહારો લો :
રાગદ્વેષ અને કામવાસના ઉપર વિજય પામવો અતિ દુષ્કર છે, છતાં પણ વિજય તો મેળવવાનો છે. એટલા માટે જિનપતિની - જિનેશ્વરની સહાય લેવી. દુનિયામાં જિનપતિ જ પરમ સહાયક તત્ત્વ છે. મુક્તિ-મોક્ષ પામવા માટેનો આ જ સરળ ઉપાય છે.
રાગ-દ્વેષ અને કામ - આ ત્રણ અનાદિના જ્વર છે. ટાઇફોઇડ, ન્યૂમોનિયાના જ્વર કરતાંય આ જ્વરો ભયંકર છે. સ્વજનાદિની ચિંતાનો ત્યાગી અને આત્મચિંતનનો અનુરાગી સાધક આ ત્રણે જ્વરોને મટાડવા માટે શક્ય તમામ ઉપાયો કરે છે. વિશેષતઃ પરમાત્માની શરણાગતિનો ઉપાય કરે છે. જિનેશ્વરનો સહારો લે છે.
ત્રિવિધ જ્વરના તાપમાં શેકાતો-પરેશાન થતો મનુષ્ય પળભર પ્રસન્નતા - શાંતિ પામતો નથી. એકાદ ક્ષણ પણ ખુશી અનુભવી શકતો નથી. ત્રણ-ત્રણ પ્રકારના તાવમાં તડપતો મનુષ્ય પળભર માટે પ્રસન્નતા પામે તો પણ કેવી ? સ્ત્રીના રાગમાં તડપતા અને બળતા મનુષ્યની બેચેની શું તમે કદી જોઈ નથી ?
પૈસા પાછળ પાગલ બનેલા અને ચિત્કારતા મનુષ્યની દયનીય સ્થિતિનો અંદાજ શું તમે નથી લગાવ્યો ? શરીરની મમતામાં હેરાન થતા અને આંસુ વહેવડાવતા મનુષ્યની લાચારી તમે નથી જોઈ ? પ્રદીપ્ત વાસનાઓથી વિવશ બનીને તીવ્ર કામવાસનાથી વ્યાકુળ બનીને નિઃસાર અને નિઃસત્ત્વ થઈને વગર મોતે મરનારા જીવોને શું તમે નથી જોયા ?
૪૬
શાન્તસુધારસ : ભાગ ૨