________________
સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત થવું જ પડશે. કોઈ પણ પ્રકારની જરા સરખી પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. મનથી એ અંગે વિચારવાનું જે નહીં. વાણીથી એને અંગે બોલવાનું જ નહીં અને કાયાથી એ બાબતે કોઈ ક્રિયા કરવાની નહીં. એનું મન ડ્રવ્યું હશે શાન્તસુધારસના સુખમાં ! એની મસ્તી અવિનાશી હોય છે - પ્રશમસુખના સાગરમાં નથી રહેતી આધિ, વ્યાધિ અને ઉપાધિ ! નથી રહેતા શોકઉદ્વેગ!
મન, વાણી અને શરીરને સદેવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા જોઈએ વિશિષ્ટ જ્ઞાન ! વિશિષ્ટ જ્ઞાન એટલે પુસ્તકોનું શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, પરિણતિ જ્ઞાન. આત્માના પ્રદેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવો જોઈએ. આવા જ્ઞાની પુરુષ જ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રહીને પ્રશમસુખના સાગરમાં મસ્તી માણી શકે છે.
આત્મજ્ઞાની પુરુષ કદી પણ મનનાં દુઃખોથી દુઃખી થતો નથી, વિકલ્પોની જાળમાં ફસાતો નથી. રાગદ્વેષની ભડભડતી આગમાં તે કદી બળતો નથી. એનું આત્મજ્ઞાન એને સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત કરાવીને નિવૃત્તિપથે લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં શાન્તસુધારસનું પાન કરવામાં આવે છે. પ્રશમસુખનો ભરપૂર અનુભવ થાય છે. એટલા માટે શાન્તસુધારસના પ્રશમસુખના પ્રાર્થી મનુષ્યને બહારની પ્રવૃત્તિઓની પીડાથી મુક્ત થઈને મન, વચન, કાયાની સાથે આત્મજ્ઞાનઆત્મધ્યાનના માધ્યમથી નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ. અન્યત્વ ભાવનાથી જ સ્વસ્થતા : - જે આત્મસાધક અન્યત્વ ભાવનાના ચિંતનથી સ્વજન-પરિજનની ચિંતા અને શરીરસંપત્તિની ચિંતા છોડી દે છે, એ જ આત્મસાધક સ્વસ્થ રહી શકે છે. જે સ્વજનાદિનું મમત્વ ત્યજી દીધું. પછી એનાં દુઃખ-દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજન-પરિજનોને યાદ પણ ન કરવાં જોઈએ. તેમને ભૂલી જવાનાં છે. તદ્દન ભૂલી જવાનાં છે. મનને એ સર્વ ચિંતાઓથી મુક્ત બનાવી દેવાનું છે.
પરંતુ આ સર્વ ચિંતા કરવાની આદત આજકાલની નથી. અનાદિકાલીન છે. અનાદિકાલીન ખરાબ આદતોથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કેટલો હોવો જોઈએ? પ્રબળ અને સતત પ્રયત્નને સહારે જ બૂરી આદતોથી વ્યક્તિ છુટકારો પામી શકે છે. એ પ્રયત્ન છે - આત્મચિંતનનો. એ પ્રયાસ છે અન્યત્વ ભાવનાનો. આત્મચિંતનમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. - આ રીતે ચિંતન કરો કે
આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં મારા આત્માએ કેટલાં દારણ શારીરિક અને માનસિક દુઃખો અનુભવ્યાં છે? વૈષયિક સુખોમાં નિરંતર આળોટતો જીવાત્મા કદીય તૃપ્ત થયો જ નથી. સદેવ અતૃપ્ત જ રહ્યો છે- કદીય સંતૃપ્ત થયો જ નથી. વિષયોની મૃગતૃષ્ણામાં દોડતો જ રહ્યો.
૪૫
અન્યત્વ ભાવના