________________
એક મોટી સમસ્યા :
એક મોટી સમસ્યા એ છે કે આ સંયોગજન્ય સુખોની કલ્પનાઓમાં આપણે આપણા આત્માને ભૂલી ગયા છીએ. આપણે પ્રત્યેક વાતમાં પૌગલિક પરિદ્રવ્યને જ જોઈએ છીએ. સ્વદ્રવ્ય - આત્માને જોતા જ નથી, તો પછી આત્મામાં સ્થિરતા કેવી રીતે કરી શકીએ? આત્મભાવમાં રમણ કેવી રીતે કરી શકીએ ? એટલા માટે દુઃખમુક્તિ પામવા માટે કહેવાયું છે કે મન-વચન-કાયાથી તમામ સંયોગ-સંબંધોનો ત્યાગ કરી દો. યાદ રાખો સંયોગજન્ય સુખ ભોગવવું એટલે દુઃખોને નિમંત્રણ આપવા બરાબર છે. આ બોધ આવશ્યક છે. જો પુણ્યકર્મના ફળને અધિકાધિક ભોગવવું હોય તો પાપકર્મના ફળને ય ભોગવવાની તૈયારી હોવી જોઈએ.
જેઓ આત્મભાવમાં નથી રહેતા, જેઓ કેવળ અનાત્મભાવમાં, પૌગલિક ભાવમાં રમણતા કરે છે એ લોકો દુનિયાના કરોડપતિઓના સુખભવ જોઈને બોલી ઊઠે છે - કેટલા સુખી લોકો છે ! કેટલી વિપુલ સંપત્તિ ! કેટલી સુખ સાહ્યબી ! કેટલું સુખી જીવન ! પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી હોય છે. એ કરોડપતિઓ - અબજોપતિઓને જઈને પૂછો - “તમે નિર્ભય છો? નિશ્ચિત અને નિરાકુલ છો ?” જવાબ મળશે - “ના, અમે નિશ્ચિત નથી. હજારો ચિંતાઓ અમને સતાવે છે. નિર્ભય નથી, અનેક ભય વ્યથિત કરે છે. સાચા અર્થમાં અમે સુખી નથી. ભયરહિત નથી, પણ ભયસહિત છીએ. સ્વાધીન નહીં, પરંતુ પરાધીન છીએ. અમારું મન અશાંતિની આગમાં સળગી રહ્યું છે. અમે ઉદ્વિગ્ન છીએ.”
કોઈક વાર સ્વપ્નમાં દેવરાજ ઈન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે હે દેવરાજ, તમે સુખી છો ને? તમારું મન સદેવ શાંત, પ્રશાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે છે ને? તમારા મનમાં ઈષ, રોષ, રાગ આસક્તિ. આ વાતો અશાંતિ તો ઉત્પન્ન નથી કરતી ને? ઈન્દ્રનો શું જવાબ મળે છે એ ધ્યાનથી સાંભળજો અને એની ઉપર વિચાર કરો. સંયોગમૂલક સુખોની કરુણ કથા સાંભળીને વિરક્ત બનજો. શાન્ત સુધારસનું પાન કરોઃ
પૌદ્ગલિક સુખસાધનોની વૃત્તિ-પ્રવૃત્તિથી મુક્તાત્મા મહાપુરુષોને પૂછો કે એમનો સુખવૈભવ કેવો છે? એમના અનુપમ સુખની અભિવ્યક્તિ એ શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકે. પ્રશમસુખની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ, શબ્દોમાં થઈ જ ન શકે. જેમને કોઈ પણ સંજોગજન્ય બાહ્ય સુખ પામવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખને દૂર કરવાની અભિલાષા નથી, બહારના સુખદુઃખની કલ્પનાઓથી મુક્ત રહેનારા સાધુપુરુષ જે આંતરિક સુખનો અનુભવ કરે છે, એ સુખનો આસ્વાદ ચક્રવર્તી યા દેવેન્દ્ર પણ નથી કરી શકતો.
જે કોઈ મનુષ્યને શાન્તસુધાનો, પ્રશમસુખનો અનુભવ પ્રાપ્ત કરવો હોય એને
[]
શાન્તસુધારસ ભાગ ૨)