________________
ભગવાન ઋષભદેવની પ્રેરણા :
ભગવાને પોતાના ૯૮ પુત્રોને કહ્યું ઃ “વિવેકી પુરુષોએ અત્યંત દ્રોહી શત્રુઓની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. એવા શત્રુઓ છે - રાગ, દ્વેષ, મોહ અને કષાયો - એ શત્રુઓ જન્મજન્માન્તરથી દુઃખ આપનારા છે. રાગ સતિના માર્ગમાં લોઢાની શૃંખલાની જેમ અવરોધક છે; દ્વેષ નરકાવાસમાં લઈ જનારો પ્રચંડ શત્રુ છે; મોહ જીવોને સંસારસાગરમાં ડૂબાડનારો છે અને કષાય દાવાનળની જેમ જીવોને બાળનાર છે. આ જ શત્રુઓ છે. આ શત્રુઓની સાથે યુદ્ધ કરીને વિજય પામવો જોઈએ. અંતરંગ શત્રુઓ સામે વિજય પામ્યા પછી બહારના શત્રુઓ રહેતા નથી. જીવ શિવ બની જાય છે. એને શાશ્વત્ પૂર્ણાનંદમય પદની પ્રાપ્તિ થઈ જાય છે.
રાજ્યલક્ષ્મી કરતાં મોક્ષલક્ષ્મી મહાન છે. રાજ્યલક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી છે. અત્યંત પીડાકારી હોય છે અને અલ્પકાલીન હોય છે. હે વત્સો, દેવલોકમાં તમે દૈવી સુખ પ્રાપ્ત કર્યાં હતાં. એ સુખોથી પણ તમારી તૃષ્ણાઓ પૂર્ણ થઈ ન હતી, તો પછી મનુષ્યલોકમાં તુચ્છ, અસાર અને અનિત્ય સુખોથી તૃષ્ણા કેવી રીતે પૂર્ણ થશે ? રાજ્યલક્ષ્મીથી એ તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે ? તમે બધા વિવેકી છો, તમારે તો અમંદ આનંદસ્વરૂપ સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી પૂર્ણાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય.”
૯૮ પુત્રોએ સંયોગ-સ્વરૂપ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ચારિત્રધર્મનો સ્વીકાર કરીને આત્મભાવને નિર્મળ કર્યો. ભરત પ્રત્યે એમના મનમાં રજમાત્ર દુર્ભાવ ન થયો. આત્મભાવ અત્યંત વિશુદ્ધ બન્યો અને તે બધા સર્વજ્ઞ, વીતરાગ બની ગયા.
ઉપાધ્યાયજીએ કહ્યું છે "ત્યનો સંયોનું નિયતનિયોગમ્ ।" સર્વ સંયોગજન્ય સુખોનો ત્યાગ કરો. નહીંતર, એ સુખો જ તમને દુઃખી ક૨શે. કહેવામાં આવ્યું છે કે संयोगमूला जीवेण पत्ता दुःखपरंपरा ।
तम्हा संजोगसंबंधं सव्व तिविहेण वोसिरियं ॥
દુઃખોની પરંપરાનું કારણ શું છે ? સમજો છો ? કોઈ કહે છે ઃ મને મારાં કર્મ દુઃખ આપી રહ્યાં છે. કોઈ કહે છે ઃ મને મારા પાપગ્રહો દુઃખી કરી રહ્યા છે. પાડોશી દુઃખ આપી રહ્યો છે. અમુક વ્યક્તિ દુઃખ આપે છે. આ બધાને જૂઠું પણ કેવી રીતે માનવું ? પરંતુ આપણે જો આ બાહ્ય સચ્ચાઈમાં ગૂંચવાઈ જઈશું તો દુઃખથી કદીય છૂટી શકીશું નહીં. એટલા માટે મૂળભૂત સચ્ચાઈને સમજવી આવશ્યક છે કે ન તો ગ્રહો દુઃખ આપે છે, ન પાડોશી દુઃખ આપે છે, ન કોઈ કર્મ દુઃખ આપે છે. દુઃખ આપી રહી છે આપણા સંયોગની કલ્પના. એટલા માટે સંયોગજન્ય સુખોનો ત્યાગ કરવાનો
ન
છે.
અન્યત્વ ભાવના
૪૩