________________
છે, કર્મજન્ય હોય છે અને જેટલું કર્મજન્ય હોય છે એ સર્વ પદ્ગલિક હોય છે - પરભાવ હોય છે ! ભરત કોઈ પણ સંજોગોમાં ચક્રવર્તી બનવા ઈચ્છતો હતો.
તેણે પોતાના ૯૯ ભાઈઓની પાસે રાજદૂતો મોકલી દીધા, કારણ કે ૯૯ ભાઈ ભરતના રાજ્યાભિષેકમાં ઉપસ્થિત થયા ન હતા. એમને બોલાવવા માટે દરેકની પાસે એક એક દૂત મોકલી દેવામાં આવ્યો. દૂતોએ જઈને કહ્યું : “જો તમે નિર્ભયતાથી રાજ્ય કરવા ઇચ્છતા હો તો ભરત મહારાજાની સેવા કરો.' બાહુબલી સિવાય ૯૮ ભાઈઓ એકત્ર થયા, ભરતના સંદેશા ઉપર વિચારવિમર્શ કર્યો અને દૂતોને સંદેશાનો પ્રત્યુત્તર આપતાં કહ્યું -
“પિતાજીએ ભરતને અને અમને સૌને રાજ્ય વહેંચીને આપ્યું છે. હવે ભારતની સેવા કરવાથી તે અમને શું આપશે? શું એ મહાકાળના આક્રમણને રોકી શકશે? શું એ મનુષ્યના દેહને જર્જરિત કરી નાખનારી જરા રાક્ષસીને રોકી શકશે? શું એ મનુષ્યના જીવનમાં આવનારી વ્યાધિઓની પીડાને દૂર કરી શકશે? અથવા એના મનમાં ઉત્તરોત્તર રાજ્યતૃષ્ણા વધી રહી છે એ તૃષ્ણાનો નાશ કરી શકશે? જો એ આવું કશું કરી ન શકતો હોય તો પછી એ સેવ્ય અને અમે સેવકો કેવી રીતે બનીએ? એની પાસે વિશાળ રાજ્ય છે, વિપુલ સંપત્તિ છે; તો પણ એને સંતોષ નથી અને અસંતોષથી તે બળપ્રયોગ કરીને અમારા રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કરશે, તો એને યાદ કરાવજો કે અમે પણ એક પિતાના પુત્રો છીએ, અમે બધા એકત્ર થઈને એની સાથે યુદ્ધ કરી શકીએ છીએ, એના દાંત ખાટા કરી શકીએ છીએ. પરંતુ હે દૂતો, અમે અમારા પિતાજીનો અભિપ્રાય લીધા સિવાય, તમારા માલિકની સાથે અને અમારા જયેષ્ઠભાઈની સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી.”
દૂતો ચાલ્યા ગયા. ૯૮ ભાઈઓ અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણમાં બિરાજિત ભગવાન ઋષભદેવની પાસે ગયા. મસ્તકે અંજલિ રચીને તેમણે પરમાત્માની સ્તુતિ-સ્તવના કરી અને પછી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. તેમણે ભગવંતને વિનયથી કહ્યું: ૯૯ ભાઈઓ ઋષભદેવની પાસે
હે ભગવન્! આપે ભરતને અને અમને યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય વહેંચીને આપ્યાં હતાં. અમે તો અમારા રાજ્યોથી સંતુષ્ટ છીએ. પ્રજાનું પાલન સારી રીતે કરીએ છીએ. પરંતુ અમારા મોટા ભાઈ પોતાના રાજ્યથી અને બીજાંનાં છીનવી લીધેલાં રાજ્યોથી તૃપ્ત થયા નથી. જે રીતે તેમણે બીજાંનાં રાજ્યો છીનવી લીધાં છે, તે રીતે અમારા રાજ્યો પણ છીનવી લેવા ઈચ્છે છે.
અમારી પાસે દૂતો મોકલીને અમને આજ્ઞા કરે છે કે તમે તમારાં રાજ્યોનો ત્યાગ કરો અને મારી સેવા કરો.”
[ ૪૨
જ
| શાન્ત સુધારસઃ ભાગ ૨]