________________
જીવાત્મા ચેતન છે, જડ છે પુગલ. જડ પુદ્ગલોથી ચેતન આત્મા ભિન્ન છે. આ સમજીને પુદ્ગલ ભાવથી પ્રેમ ન કરવો. પુદ્ગલ મારાથી પ્રેમ નથી કરતાં તો હું પુદ્ગલોથી પ્રેમ શા માટે કરું? મારે નથી કરવો પ્રેમ એમની સાથે!' આમ વિચારવું એ એક ઉત્તમ દ્રષ્ટિકોણ છે. જે આપણી સાથે પ્રેમ ન કરે, તેની સાથે આપણે પ્રેમ ન કરવો જોઈએ.
આમ તો પર-આત્મદ્રવ્યથી પણ પ્રેમ ન કરવો. જે જીવ આપણી સાથે પ્રેમ કરે છે, એમની સાથે પણ આપણે પ્રેમ - નેહ કરવાનો નથી. આપણા આત્માથી જે ભિન્ન છે એવા જડ પદાર્થો અને ચેતન દ્રવ્યોથી પ્રેમ કરવો નહીં. સર્વપદ્રવ્યો પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવાનો છે. નિજભવનમાં, સ્વભાવમાં, સ્વરૂપમાં જ રમણતા કરવાની છે. સંયોગ-વિયોગનું વિષચક્રઃ
પરદ્રવ્ય જે જડ-ચેતન છે એમના સંયોગની ઇચ્છાનો ત્યાગ કરવા માટે ગ્રંથકાર પ્રેરણા આપે છે.
"त्यज संयोगं नियतवियोगम् ।" જે પદાર્થોનો વિયોગ નિશ્ચિત છે એમનો સંયોગ કરવો જ નહીં. અજ્ઞાનદશામાં એવો સંયોગ થઈ ગયો તો છોડી દેવાનો છે. એવું નકકી સમજી લેવાનું કે જે પદાર્થોના સંયોગમાં સુખ માન્યું હશે, એ પદાર્થોના વિયોગમાં દુઃખ થવાનું જ. અવશ્ય દુઃખ થશે. પ્રિયજડ-ચેતન પદાર્થોનો વિયોગ ન થાય. એ પદાથ આપણાથી વિખુટા ન પડી જાય એટલા માટે મનુષ્ય કેટલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે ! કેવાં યુદ્ધો ખેલે છે? કેવાં મહાયુદ્ધો કરે છે?
આ રીતે બીજાંની પાસે રહેલા, બીજાંના અધિકારમાં પડેલા જડ-ચેતન પદાર્થો આપણને પ્રિય લાગે છે. એ પદાર્થોને આપણા બનાવવાની તીવ્ર ઈચ્છા જાગૃત થાય છે ત્યારે કેવો ઘોર સંઘર્ષ ઉત્પન્ન થાય છે? પહેલાં મનમાં સંઘર્ષ જન્મે છે, પછી બહાર સંઘર્ષ ઊભો થાય છે. એમાં પણ જો બંને શક્તિશાળી હોય તો બંનેના મનમાં પદ્રવ્યોની તીવ્ર મમતા હોય તો એ સંઘર્ષ ચરમ સીમા સુધી પહોંચી જાય છે. ભરત ચક્રવર્તી અને ૯૯ ભાઈઓઃ
ભગવાન ઋષભદેવ પોતાના સો પુત્રોને વિશાળ સામ્રાજ્ય વહેંચી દઈ અને નિસંગ નિરપેક્ષ થઈને અણગાર બની ગયા હતા. પાછળથી ભરત, જે સો ભાઈઓમાં જ્યેષ્ઠ હતો, એનું ચક્રવર્તી બનવાનું નિશ્ચિત હતું. એને માટે ૯૯ ભાઈઓ જેઓ સ્વતંત્ર રાજા હતા, તેમને પોતાની આજ્ઞામાં લાવવા આવશ્યક વાત હતી. એ સિવાય ચક્રવર્તી બની શકાય તેમ ન હતું. ચક્રવર્તીપદ પણ પૌદ્ગલિક હોય [ અન્યત્વ ભાવના
૪૧ ]