________________
મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તેમને નિર્દોષ સાબિત કરે છે. લક્ષ્મી જંગલમાં સિંહનો ભક્ષ્ય બની ગઈ. ધનકુમાર મુનિ એક માસનું અનશન સ્વીકારીને મૃત્યુ બાદ અગિયારમા દેવલોકમાં દેવ બન્યા.
સાતમા ભાવમાં -તે બંને પિતરાઈ ભાઈ બન્યા. કાકાના પુત્રો ભાઈ -સેન અને વિષેણ. બંને રાજકુમાર હોય છે. સેનકુમાર ગુણનનો જીવ હતો, વિષેણ અગ્નિશમનો જીવ હતો! સેને તો દીક્ષા લઈ લીધી હતી. વિજેણે સેનમુનિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દેવીએ એની રક્ષા કરી હતી. વિષેણને માનવભક્ષી શબરોએ મારી નાખ્યો હતો. સેનમુનિએ અનશન કર્યું અને નવમાં રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયા.
આઠમા ભાવમાં - રાજા ગુણસેનનો જીવ ગુણચંદ્ર બને છે અને અગ્નિશમનો જીવ વૈતાઢ્ય પર્વત ઉપર વાણવ્યંતર નામનો વિદ્યાધર પુત્ર બને છે. ગુણચંદ્ર રાજા દીક્ષા લે છે. વાણવ્યંતર વિધાધર એના પ્રત્યે દ્વેષ રાખે છે. મુનિ ધ્યાનસ્થ ઊભા હતા, વાણવ્યંતર વિદ્યાધરે એની ઉપર પથ્થરની શિલાનો પ્રહાર કર્યો. મુનિ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. ઘોર વેદના સહન કરી. પાછળથી ગુણચંદ્ર મુનિ સમાધિમૃત્યુ પામે છે. વાણવ્યંતર ઘોર રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. મુનિ સર્વાર્થસિદ્ધ’ નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
નવમા ભાવમાં - ગુણસેન રાજાનો જીવ સમરાદિત્ય' નામનો રાજા બને છે અને અગ્નિશમનો જીવ ગિરિસેન નામનો ચંડાળ બને છે. સમરાદિત્ય ચારિત્ર ગ્રહણ કરે છે અને કેવળજ્ઞાની બને છે. પરંતુ એની પહેલાં ગિરિમેન ચંડાળે દ્વેષભાવથી મુનિને સળગાવ્યા હતા. ક્ષેત્રદેવતા વેલંધર આગ હોલવી નાખે છે. સમરાદિત્ય કેવળજ્ઞાની બની જાય છે. નવ ભવની કથા પૂર્ણ થાય છે. પ્રેમરહિત પુદ્ગલ જાળઃ
જેમનો આપણા પ્રત્યે પ્રેમ નથી હોતો એના પ્રત્યે આપણે પ્રેમ ન કરવો - સ્નેહ ન બતાવવો. પ્રેમરહિત મનુષ્ય પ્રત્યે પ્રેમ બતાવવાથી કેવાં ઘોર દુઃખ સહન કરવાં પડે છે, કેવાં મરણાત્ત કપટ સહન કરવો પડે છે, એ વાત સમરાદિત્ય મહાકથા તમે વાંચશો તો ખબર પડશે. તેવી રીતે જે જડ પદાર્થોનો, પુદ્ગલોને સહારે આપણા પ્રત્યે પ્રેમ નથી હોતો એમના પ્રત્યે પ્રેમ રાગ...સ્નેહ કરવો નહીં. એ કરવાથી પણ જીવાત્માને દુઃખી જ થવું પડે છે.
જડ પુદ્ગલોમાં નથી હોતો રાગનો ભાવ, નથી હોતો દ્વેષનો ભાવ કે નથી હોતો સ્નેહનો ભાવ. અજ્ઞાની જીવ એ પુદ્ગલોની સાથે પાગલની જેમ સ્નેહ કરે છે અને દુઃખી થાય છે. | ૪૦
શાન્તસુધારસઃ ભાગ ૨