________________
તેણે નિર્ણય કર્યો - “રે દુષ્ટ, તારા પાપથી ભલેને આ જન્મમાં ભૂખ્યો મરી જાઉં, પરંતુ આવનાર જન્મોમાં હું તને મારી તપશ્ચર્યાના પ્રભાવથી ત્રાસ-દુઃખ આપીને મારતો રહીશ.”
અગ્નિશમનો ગુણસેન પ્રત્યે પ્રેમ-સ્નેહ રહ્યો ન હતો. પરંતુ રાજા ગુણસેનનો અગ્નિશમાં પ્રત્યે સ્નેહ હતો ! પરિણામ શું આવ્યું ? અગ્નિશમાં મરીને વિદ્યુતકુમાર દેવ બન્યો. તેણે ધ્યાનસ્થ ગુણસેનની ઉપર આગ જેવી ધૂળ વરસાવી. રાજર્ષિનો દેહ બળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું.
બીજા ભવમાં – ગુણસેન બને છે રાજા સિંહ અને અગ્નિશમાં બને છે રાજકુમા૨ આનંદ. પિતાપુત્ર બને છે. પિતાને પુત્ર ઉપર સ્નેહ હોય છે, જ્યારે પુત્રને પિતા ઉપર દ્વેષ થાય છે, ઘોર શત્રુતા ઊભી થાય છે. રાજકુમાર વિદ્રોહ કરે છે. પિતા-રાજાને કારાગારમાં નાખી દે છે. પાછળથી હત્યા કરી નાખે છે.
ત્રીજા ભવમાં - એ બંને જણા માતા અને પુત્ર બને છે. અગ્નિશમનો જીવ માતા અને ગુણસેનનો જીવ પુત્ર ! માતાનું નામ જાલિની અને પુત્રનું નામ શિખીકુમાર. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો, જ્યારે પુત્રને માતા પ્રત્યે સાચો સ્નેહ હતો. શિખીકુમાર દીક્ષા લે છે અને મુનિ બને છે. તો પણ માતા પ્રત્યે નિવ્યજિ વાત્સલ્ય ધારણ કરીને એના નગરમાં, એની હવેલીમાં આવે છે, એના હાથે ભિક્ષા ગ્રહણ કરે છે અને જાલિની વિષપ્રયોગ કરીને શિખીકુમાર મુનિને મારી નાખે છે.
ચોથા ભવમાં - પતિપત્ની બને છે. ગુણસેન પતિ બને છે અને અગ્નિશમનો જીવ પત્ની બને છે. ધનકુમાર અને ધનશ્રી. એક વાર તો સમુદ્રયાત્રા દરમ્યાન ધનશ્રી, ધનકુમારને સમુદ્રમાં ધક્કો મારી દે છે. પરંતુ સમુદ્રમાં પડતાંની સાથે જ એક લાકડાનું પાટિયું હાથ આવી ગયું અને એને સહારે તે બચી ગયો. પરંતુ પુનઃ જ્યારે ધનકુમાર સાધુ બન્યો તો ધનશ્રીએ એને જીવતો સળગાવી દીધો હતો.
પાંચમા ભવમાં – તે બે જણા ભાઈઓ બન્યા - જય અને વિજય. ગુણસેનનો જીવ જય અને અગ્નિશમનો જીવ વિજય. જયને વિજય માટે પ્રેમ હતો, જ્યારે વિજયના મનમાં જય પ્રત્યે દ્વેષ હતો. બંને જણા કાલન્દી નગરીમાં રાજકુમાર હતા. પિતાના મૃત્યુ પછી જયકુમાર રાજા બને છે.
જયકુમા૨ દીક્ષા લે છે અને વિજય રાજા બને છે. વિજયરાજા ધ્યાનસ્થ જયમુનિ ઉપર તલવારનો ઘા કરીને તેમને મારી નાખે છે.
છઠ્ઠા ભવમાં - એ બંને પતિપત્ની બને છે. ધરણ અને લક્ષ્મી. ધરણ શ્રેષ્ઠીપુત્ર હતો, ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રેમ હતો, લક્ષ્મીને ધરણ પ્રત્યે દ્વેષ હતો ! ધરણ ચારિત્ર સ્વીકારે છે. લક્ષ્મી ધરણમુનિ ઉપર ખોટો આક્ષેપ કરે છે, બદનામ કરે છે. પરંતુ દેવ
અન્યત્વ ભાવના
૩૯