________________
આપણા આત્માએ પણ અનંત જન્મોમાં આ દારુણ વેદનાઓ ભોગવી છે. હવે જો એમનાથી છૂટકારો પામવો હોય, આ જીવલેણ જ્વરોથી મુક્ત થવું હોય, તો આત્માની સ્વભાવ દશાના ચિંતન-મનનમાં લીન બનો. આ જ્ઞાની પુરુષો અદ્ભુત સ્વસ્થતાથી જીવનયાત્રા કરતા રહે છે - જેઓ સમગ્ર પરિચિંતાઓથી મુક્ત છે અને આત્મચિંતનમાં ડૂળ્યા છે, એમના ત્રણે વિષમજ્વરો શાન્ત થઈ ગયા છે. પરમાત્માનો સહારો લેતાં, આવી અવસ્થા પામવા માટે પુરુષાર્થી બનો. સંયોગો વિયોગાત્તવાળા :
આજે આપણે અન્યત્વ ભાવનાનું વિવેચન સમાપ્ત કરીશું, એટલા માટે આ ભાવનાની સારભૂત વાતો યાદ કરી લઈએ છીએ.
જ્યારે તમારી પ્રિય વસ્તુ યા વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમારે શોક ન કરવો જોઈએ. “સંયોગ અનિત્ય છે' - આ વિચારને સારી રીતે દ્રઢ કરવો. પ્રિયજનનો સંયોગ, વૈભવસંપત્તિનો સંયોગ, શરીરનો સંયોગ. આ તમામ સંયોગો અનિત્ય છે. અલ્પકાલીન છે. જે અનિત્ય હોય છે એનો વિયોગ થાય જ છે. આ વિચારને દ્રઢ કરવો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન અલવિદા કે, મોતની છાયા નજરે આવવા લાગે, એ સમયે શોકાતુર ન થઈ જવું. આંખો અશ્રુથી ભરી ન દેવી. આ સંસારમાં આ બધું સહજ અને સ્વાભાવિક જ છે. એટલા માટે સ્વસ્થ રહેવું.
તમે જ્ઞાતા બનો. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું છે, અને જ્ઞાનદ્રષ્ટિથી જોતા રહો, જાણતા રહો. રાગદ્વેષ એમાં ભેળવ્યા વગર જોવું, રાગદ્વેષને પાર કરીને જાણવું.
જેવી રીતે પ્રિય વસ્તુમાં રતિ કરવાની નથી, એ જ રીતે અપ્રિય વિષયોમાં અરતિ કરવાની નથી. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન બનવું નહીં, ઉદ્વિગ્નતા પણ અસ્વસ્થતા જ છે. અસ્વસ્થતા માનસિક દુઃખ છે.
આ વાત સારી રીતે સમજી લો કે પૌગલિક વિષયોમાં ન તો સારપ છે, ન ખરાબી છે. જીવાત્મા એમાં સારાખોટાની કલ્પના કરતો રહે છે. આ કલ્પનાઓ પણ સ્થિર નથી રહેતી - સારો વિષય ખરાબ લાગે છે, ખરાબ વિષય સારો લાગે છે! આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનારા તત્ત્વજ્ઞાનીઓ અરતિ - ઉદ્વેગમાં પોતાની જાતને ભેળવતા નથી. આવા તત્ત્વજ્ઞાનીઓ જ શાન્તસુધારસનું નિરંતર પાન કરતા રહે છે. તમે પણ શાન્તસુધારસનું પાન કરનારા બનો એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
અન્યત્વ ભાવના