________________
મળી ગયા. મુનિરાજે ભોજનમાં એને માત્ર ત્રણ દ્રવ્યો જ ખાવા માટેની પ્રતિજ્ઞા આપી. ભિક્ષુકે વૃઢતાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કર્યું. કાલક્રમે તે નીરોગી બની ગયો. તેની ભિક્ષુકતા પણ દૂર થઈ. તે શ્રીમંત બન્યો, પરંતુ તે તેના ભોજનમાં ત્રણ જદ્રવ્યો લેતો હતો. ભૌતિક દ્રષ્ટિએ તો સુખી થયો જ, પરંતુ દેવગુરુનો પણ તે પરમ ઉપાસક બન્યો. એની સદ્ગતિ થાય છે. રસત્યાગ તપ:
આ તમામ તપશ્ચર્યાઓ તમે સરળતાથી કરી શકો છો. ખાવું પીવું. છતાં પણ તપ કહેવાય છે. રસત્યાગનું પણ મહાન તપ છે. દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર, મિઠાઈ. મેવા... આઇસક્રીમ... શરબત ઇત્યાદિ પ્રિય રસોનો ધીરેધીરે ત્યાગ કરતા રહો. એક દિવસ દૂધ-દહીં છોડી દો. એક દિવસ ઘી છોડી દો. એટલે કે પ્રિય રસોની આસક્તિ છોડવાની છે. એક દિવસ તળેલા પદાર્થો છોડી દો, તો એક દિવસ ગોળ-સાકર છોડી દો. જ્યારે આસક્તિ તૂટી જશે, તો રસત્યાગ સરળ બની જશે. આમ તો આ તપ શરીર-સ્વાથ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. દૂધ, દહીં, ઘી વગેરે પદાર્થોના ત્યાગથી સ્વાથ્ય સારું રહે છે. ઘી-તેલમાં તળેલા પદાર્થો ન ખાવાથી કફવાયુના વિકારો મટી જાય છે. રસગૃદ્ધિ જીવનમાં પતન કરાવે છે:
શ્રી રામચંદ્રજીના પૂર્વજોના ઇતિહાસમાં અયોધ્યાના રાજા સોદાસનું વૃત્તાંત વાંચવા મળે છે. તે એક એવા મિત્રના કુસંગમાં આવી ગયા હતા કે એમની રસવૃત્તિ
અતિ પ્રબળ બની હતી અને તે મનુષ્યમાંસનું ભક્ષણ કરવા લાગ્યા હતા. દરરોજ નગરમાંથી એક બચ્ચાનું અપહરણ કરાવતો અને એને મારીને એનું માંસ રાંધીને તે ખાતો હતો. મંત્રીવર્ગે એને પદભ્રષ્ટ કર્યો હતો. એ જંગલમાં ભટકતો રહેતો હતો. અત્યંત દરિક અને માનવભક્ષી પશુ જેવો બની ગયો હતો. જૈન રામાયણ'માં આ વાત છે, તમે જરૂર વાંચજો. રસવૃત્તિની પ્રબળતા આજે પણ મનુષ્યને શરાબીમાંસાહારી બનાવી રહી છે. એટલા માટે રસવૃત્તિનો નિગ્રહ કરો.
ભૂતકાળમાં મંગુ નામના મહાન આચાર્ય થઈ ગયા. આમ તો એ જ્ઞાની હતા. એમની વાણીમાં જાદુ હતો. મથુરાની પ્રજાએ એમને મથુરામાંથી જવા ન દીધા. આચાર્યની વિભિન્ન રસોથી ભક્તિ કરતા રહ્યા. આચાર્ય પણ પડુરસભોજી બન્યા, રસગૃદ્ધિ દ્રઢ બની ગઈ. મૃત્યુ પછી મથુરાના બાહ્ય પ્રદેશમાં જે ગટર વહેતી હતી એ ગટરના અધિષ્ઠાયક દેવતા બન્યા, દેવોની ગતિ પામ્યા, પણ નિમ્નસ્તરની. એટલા માટે રસવૃત્તિનો પરિહાર કરવાનો છે.
[ નિર્જરા ભાવના
૨૨૫ |