________________
ઊણોદરી તપ ઃ
જો તમારાથી ઉપવાસ આદિ તપ ન થઈ શકતાં હોય તો તમારે પ્રતિદિન ‘ઊણોદરી’ તપ કરતાં રહેવું. આ તપ ખાતાં પીતાં થાય છે. જ્ઞાની પુરુષોએ કેવા જાતજાતનાં તપ બતાવ્યાં છે ? તમે સ્વેચ્છાએ તમારી ભૂખ કરતાં ઓછું ભોજન કરો. પેટ ભરીને કદીય ભોજન ન કરો. ભોજન ભલેને તમારું પ્રિય હોય, પરંતુ કંઈક ઓછું ખાવ. આ પણ એક જાતનો તપ છે. ભૂખ હોય ૩૨ કોળિયાની, તો તમે ૨૮ યા તો ૨૫ કોળિયા જ ખાઓ. એનાથી શારીરિક સ્વાસ્થ્યનો લાભ તો થાય જ છે, આહા૨સંજ્ઞા પણ ઓછી થઈ જાય છે. તમે કદાચ જાણતા જ હશો કે સર્વ રોગોનું મૂળ તો પેટ જ છે.
તમે આયંબિલ કરો, એકાસણાં કરો, તો પેટ ભરીને ન ખાઓ. નહીંતર તમને . પેટનો રોગ થવામાં વાર નહીં લાગે. એનાથી બીજા રોગો ઉત્પન્ન થવા માંડશે. રોગોથી બચતા રહેશો તો દીર્ઘ કાળ સુધી તપ કરી શકશો. જો તમે ‘ઊણોદરી’ તપ કરતા હો તો મનમાં વિચારો કે હું તપ કરું છું. ઓછું ખાવું એ પણ એક તપ છે. આ સરળ તપ તો હું કરતો જ રહીશ.
વૃત્તિસંક્ષેપ તપ :
આ
આ તપમાં નથી ઉપવાસ કરવાનો કે નથી છઠ્ઠ-અઠ્ઠમ તપ કરવાનું છે. તપમાં તો ખાવાની વસ્તુની મર્યાદા બાંધવાની છે. તમે ભોજનમાં ૨-૩-૪-૫ યા ૧૦ વસ્તુઓ ખાવાનો સંકલ્પ કરો. ઓછામાં ઓછા ખાદ્ય પદાર્થો ખાઓ. જો દાળરોટીથી તમારું મન માની જાય, તો શાકભાજી લેવી નહીં. રોટલી યા દૂધથી ચાલી જાય, તો દાળ-શાક વગેરે ન લેવાં. ભલે તમે આયંબિલ કરો કે એકાસણું કરો. વૃત્તિસંક્ષેપ જરૂર કરો.
અમારા મોટા ગુરુદેવ આચાર્ય ભગવંત વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે તેમના સાધુજીવનમાં ૫૦.થી વધારે વર્ષો સુધી એકાસણાં કર્યાં હતાં. એકાસણામાં ૫ દ્રવ્યોથી વધારે દ્રવ્યો લેતા ન હતા. કેટલાક ચાતુમસમાં માત્ર દાળ-રોટી - બે જ દ્રવ્યોથી એકાસણું કરતા હતા.
અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્યદેવ વિજય ભુવનભાનુસૂરીશ્વરજીએ આયંબિલ તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરી હતી. એ એવા મોટા તપમાં પણ આયંબિલમાં દ્રવ્યસંક્ષેપ કરતા હતા. કોઈ કોઈ વાર તો રોટલી પાણી સાથે ખાઈ લેતા હતા. ‘વૃત્તિસંક્ષેપ’ તપ પણ મહાન લાભદાયી હોય છે.
એક ભિક્ષુકની વાર્તા છે. તે અત્યંત રોગી હતો. એક વાર એને એક જ્ઞાની મુનિ
શાન્તસુધારસ : ભાગ ૨
૨૨૪