________________
સંલીનતા તપ ઃ
પ્રયત્નપૂર્વક કાયાને સ્થિર રાખવાની છે. એટલે કે ઇન્દ્રિયોની દોડધામને રોકવાની છે. ફાલતું આવાગમન અને શરીરની ચંચળતાને રોકવાનાં છે. શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્નથી ધ્યાનમાં અને જાળમાં સ્થિરતા આવશે. મનની સંલીનતા ઇન્દ્રિયોની સંલીનતા ઉપર આધારિત છે. જ્યાં સુધી શરીર ચંચળ રહેશે ત્યાં સુધી મન પણ ચંચળ રહેશે. એટલા માટે આપણે ત્યાં જૈન ધર્મમાં ‘કાઉસગ્ગ’ ધ્યાનનું મોટું મહત્ત્વ છે. કાઉસગ્ગ - કાયોત્સર્ગમાં શરીરની સ્થિરતા રાખીને ઊભા રહેવાનું છે. દૃષ્ટિ પણ સ્થિર રાખવાની હોય છે. થોડુંક પણ હલનચલન કરવાનું હોતું નથી. આસપાસની દુનિયાથી સંબંધ કાપી નાખવાનો હોય છે. ન તો આસપાસ જોવાનું હોય છે, ન તો કશું સાંભળવાનું, ન સૂંઘવાનું, ન કશું ખાવાનું કે ન તો કોઈને સ્પર્શ કરવાનો.
સંલીનતા તપનો અભ્યાસ ‘કાઉસગ્ગ ધ્યાન’માં તમે તમારા ઘરમાં એકાન્ત ખૂણે પણ કરી શકો છો. નિર્જન પ્રદેશમાં કરી શકો છો. આપત્તિ યા ઉપસર્ગના સમયે ‘કાઉસગ્ગ ધ્યાન’ અવશ્ય કરવું જોઈએ. એનાથી આપત્તિ દૂર થાય છે. ઉપસર્ગ શાન્ત થઈ જાય છે.
ન
મહાસતી મનોરમાના પતિ સુદર્શનને રાજાએ જ્યારે શૂળી પર ચડાવવાની સજા આપી હતી ત્યારે તે કાયોત્સર્ગ ધ્યાનમાં ઘરમાં જ ઊભી રહી હતી. “જ્યાં સુધી મારો પતિ કલંકમુક્ત થઈને ઘેર ન આવે ત્યાં સુધી હું કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહીશ.” - જ્યારે શૂળીનું સિંહાસન થયું, સુદર્શન નિષ્કલંક સાબિત થઈને ઘેર આવ્યો, તો મનોરમાએ ‘કાયોત્સર્ગ’ પૂર્ણ કર્યું. કાયાની અને ઇન્દ્રિયોની કેવી સંલીનતા મનોરમાએ સિદ્ધ કરી હશે ?
પહેલાં કાય સંલીનતાનો - ઇન્દ્રિય સંલીનતાનો અભ્યાસ કરો. થોડો થોડો સમય અભ્યાસ કરતા રહો. ધીરે ધીરે સમયને વધારતા રહો. રાત્રિના સમયે અંધકારમાં કાયોત્સર્ગ ધ્યાન સારી રીતે થાય છે. ‘લોગસ્સ સૂત્ર’નું ધ્યાન કરો, નવકાર મંત્રનું ધ્યાન કરો. ઉવસગ્ગહરં સ્તોત્રનું ધ્યાન કરો. સમવસરણનું ધ્યાન કરો. આત્માનું મૂળરૂપ-સ્વરૂપનું ધ્યાન કરો. પરમાત્માનું ધ્યાન કરો.
આ રીતે સ્થિરતાથી બેસવાનો પણ અભ્યાસ કરવો જોઈએ. પદ્માસનમાં બેસો, સુખાસનમાં બેસો... સિદ્ધાસનમાં બેસો. આમ તો બેસવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. સ્થિરતાથી બેસવાનું છે. જરા પણ ચંચળતા ન હોવી જોઈએ.
કાયક્લેશ તપ :
જાણી-વિચારીને કાયાને ક્લેશ આપવો એ તપ છે. તડકામાં ઊભા રહેવું, તીવ્ર
શાન્તસુધારસ : ભાગ ૨
૨૨૬