________________
હવે આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ બતાવું છું - ૧. આપણે જનમજનમથી જે કર્મ બાંધ્યાં છે, એમને નષ્ટ કરવા અને મુક્તિ પામવા
માટે, હિંસા આદિ પાપોમાંથી મુક્ત થવા માટે, તપ જેવો બીજો કોઈ ઉપાય નથી.
એટલા માટે હે ભવ્ય જીવ ! શુદ્ધ મનથી તપ કરવું. ૨. જો મનુષ્ય સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા કરે, તો રાજરાજેશ્વર અને દેવ-દેવેન્દ્ર એનું
સાન્નિધ્ય કરે છે. તપસ્વી ઉપર અત્યંત કરુણાવંત બને છે. તપસ્વીને ૨૮ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ૩. વિશુદ્ધ અને વર્ધમાન પરિણામવાળો તપસ્વી તીર્થકર નામકર્મ પણ બાંધે છે.
તપસ્વીના સર્વરોગ પણ નષ્ટ થઈ જાય છે. રૂપલાવણ્ય અને સુખવૈભવ પામે છે. ૪. સંસારમાં તપથી ન મેળવી શકાય તેવું કશું નથી. તપસ્વી પોતાના મનમાં જે જે
ઈચ્છાઓ કરે તે સફળ થઈ જાય છે. પ. આઠ કર્મોના સમૂહને પણ તપસ્વીની તપશ્ચર્યા તત્કાલ નષ્ટ કરે છે. એટલા માટે
જ્યારે પણ તપ કરવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય તપનો આદર કરો. ૬. તપના બાર પ્રકારો છેઃ ૬ બાહ્ય અને ૬ આત્યંતર. આમાંથી જે જે તપ કરી • શકો તે કરતા રહો, જેમ કે કાકંદીના ધના અણગારે કર્યું હતું. ૭. મહાકવિ ઉદયરત્નજી કહે છે: “તપથી યશ અને કાન્તિ વધે છે અને દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે.”
સમજી ગયા ને આ કાવ્યનો અર્થ?ગમ્યો ને? યાદ કરી શકો તો કરી લેજો. કોઈ કોઈ વાર ગાતા રહેજો. ભાવશુદ્ધિ થશે. ધન્ના અણગાર :
આ કાવ્યમાં કવિએ ધન્ના અણગારનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે નવપદની પૂજામાં પણ પદ્મવિજયજીએ કહ્યું છે -
વિબ ટલે તપગુણ થકી તપથી જાય વિકાર,
પ્રશસ્યો તપગુણ થકી વીરે ધનો અણગાર. તપથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. મન વિકારહીન બની જાય છે. ભગવાન મહાવીરે આ તપગુણના માધ્યમથી તેમના ૧૪ હજાર શિષ્યોમાં શ્રેષ્ઠ શિષ્ય બતાવ્યો ધન્ના અણગારને.
શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કાકંદી નગરીમાં પધાર્યા. કાકંદીનો રાજા જિતશત્રુ પરિવાર સહિત ભગવાનનો ઉપદેશ સાંભળવા ઉધાનમાં ગયો. નગરવાસીઓ પણ હતા. એ નગરનો શ્રેષ્ઠી સાર્થવાહ પુત્ર ધન્યકુમાર પણ તેની ૩ર [ નિર્જરા ભાવના |
૨૧૧]