________________
૯૮ ભાઈઓ ઉપર જિનવચનોની ઊંડી અસર થઈ. તેઓ એ જ સમયે સંસારનો ત્યાગ કરીને સાધુ બની ગયા. તેમણે આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કર્યો, કારણ કે જિનવચનોથી એમના મન, વચન, કાયાના યોગ પણ શુદ્ધ થયા હતા. તે બધા કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિવણિપુરીમાં પહોંચી ગયા. જિનવચનોથી યોગશુદ્ધિ અને નિર્વાણ :
ગ્રંથકારે ખૂબ જ માર્મિક વાત કરી છે. મનને પવિત્ર, પ્રસન્ન અને વિશુદ્ધ કરવા માટે જિનવચનોથી ભાવિત થવું જ પડશે. મનોયોગને શુદ્ધ કરવા માટે આ જ શ્રેષ્ઠ ઉપાય છે. એ રીતે વચનયોગની શુદ્ધિ અને નિર્મળતા પ્રાજ્ઞ પુરુષોના વચનોથી જ થશે. કામયોગનું નિયંત્રણ પણ પુરુષોની વાણી સાંભળતા રહેવાથી થાય છે.
યોગ શુભ અને શુદ્ધ થતાં તમારું આત્મ-જહાજ મુક્તિપુરી સુધી પહોંચી જશે. એક જ પ્રશ્ન મોટો છે - મુક્તિ પામવા માટેની તીવ્ર તમન્ના હૃદયમાં જાગી છે ખરી ? વિચારજો .
આજે બસ, આટલું જ.
સંવર ભાવના
૧૫