________________
ગંદકીનો ઢગલો છે આ શરીર. આ નશ્વર શરીર પ્રત્યે અનાસક્ત બન. પરમવિશુદ્ધ, અવિનાશી આત્મા પ્રત્યે સન્મુખ થા - આત્મ તરફ વળ, સમ્યગુ ધ્યાન કર, તારા, અભિમાનનાં મૂળ ઉખાડીને ફેંકી દે, અને નિવણની પરમ શાન્તિ પામવા પુરુષાર્થ કરી લે.
બુદ્ધની કરૂણા એની અંદરના પાપોને ધોવા લાગી!ચિત્ત ઉપશાન્ત થઈને દેશના ધારણ કરવા લાગ્યું. અંદર ચિંતન-મન્થનનો ક્રમ પ્રારંભાયો. સ્વયં ભગવાન દ્વારા સમ્યફ કલ્યાણકારી માર્ગનો નિર્દેશ મળ્યો; અનેક જન્મોના પુણ્યનું ફળ મળ્યું. ક્ષમા ભાવવિભોર બનીને બુદ્ધનાં ચરણોમાં પડી. હવે એની સમજમાં આવ્યું કે કામમોહમાં ડૂબેલી રહેવાથી મહાકાણિક ભગવાનથી દૂર રહીને તે પોતાના જ સુખથી વંચિત રહી છે. બુદ્ધની કરુણામાં સ્નાન કરીને તે સમ્રાટ બિંબિસારની પાસે ગઈ અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
પાછળથી ક્ષેમા સમ્રાટની અનુમતિ લઈને બુદ્ધની પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. સર્વ ભિક્ષુણીઓમાં બુદ્ધ અને મહાપ્રજ્ઞાવતીના અગ્રપદથી વિભૂષિત કરે છે. શુચિવાદઃ શરીરનો - આત્માનો :
શુચિનો અર્થ છે - પવિત્રતા. પવિત્રતાના બે પ્રકારો છે - લૌકિક અને લોકોત્તર, અથતુ શરીરની પવિત્રતા અને આત્માની પવિત્રતા. લૌકિક પવિત્રતાના અનેક પ્રકાર માનવામાં આવ્યા છે. કોઈ અગ્નિથી વસ્તુને પવિત્ર કરે છે, કોઈ ધૂપથી, કોઈ રાખથી, કોઈ માટીથી, કોઈ પાણીથી, તો કોઈ છાણ દ્વારા, તો કોઈ વળી દર્ભના ઘાસથી પદાર્થોને પવિત્ર કરે છે. - પરંતુ જે શરીર રક્તપિત્ત જેવા રોગોથી ગ્રસ્ત છે, શરીરમાંથી રક્ત અને પિત્ત નીકળતું રહે છે, એવા શરીરને પાણીથી પવિત્ર કરવાની વાત મિથ્યા છે - ખોટી હોય છે. આમેય જે શરીરની અંદર મળમૂત્ર, રક્ત, માંસ, શ્લેષ્મ, કફ આદિ ગંદા પદાર્થો ભરેલા પડ્યા છે. એની ઉપર માત્ર ચામડીનું કવર જ છે, એની જ શોભા છે. આવી કાયા ઉપર મોહિત થવું મનુષ્યનો વિભ્રમ છે.
લોકોત્તર પવિત્રતા છે - આત્માની. કર્મમળ ધોઈને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું એ સાચી પવિત્રતા છે. એ પવિત્રતા પામવા માટે રત્નત્રયીની આરાધના કરવી જોઈએ. એટલે કે સમ્યફ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરવી જોઈએ. આ રત્નત્રયીથી અમૂર્ત-અરૂપી આત્માના સ્વભાવને મલિન કરનાર મિથ્યાત્વ, કષાય, ( રાગદ્વેષ આદિ દોષોનો નાશ થાય છે અને આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ સાચો આધ્યાત્મિક શુચિવાઇ છે. શરીરને વારંવાર પાણીથી સાફ કરવું એ અસતું શુચિવાદ છે.
| અશુચિ ભાવના
૬૭]