________________
ભાવશૌચનો આદર કરો:
શ્રમણ જીવનમાં જે દશવિધ યતિધર્મ બતાવવામાં આવ્યા છે એમાં એક ધર્મ છે - શૌચ. લોભતૃષ્ણાનો ત્યાગ કરવો એ જ શૌચ છે, પવિત્રતા છે. લોભ તમને અપવિત્ર બનાવી દે છે. તૃષ્ણા તમને ગંદા બનાવી દે છે. આંતરિક પવિત્રતા - વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો. માત્ર બાહા શરીરશુદ્ધિ કરીને જ ધન્યતા ન અનુભવો. આંતરિક વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચધર્મ છે.
પ્રશ્ન સાધુજીવનમાં પણ દ્રવ્યશૌચ બતાવ્યું છે ને ? એની ઉપેક્ષા તો ન કરવી. જોઈએ.
ઉત્તરઃ દ્રવ્ય, ઉપકરણ, ખાનપાન અને શરીરને લઈને જે શુદ્ધિ કરવામાં આવે છે તે એ પ્રકારે કરવી જોઈએ કે જેનાથી ભાવશૌચને ક્ષતિ ન પહોંચે. દ્રવ્યશૌચમાં વિવેક જોઈએ. ભાવશૌચનો અર્થ છે - નિલભતા-અનાસક્તિ એ યાદ રાખવું.
લોભ ધોઈ નાખવો, લોભનું પ્રક્ષાલન કરવું એનું નામ છે ભાવશૌચ. આ ભાવશૌચને ટકાવી રાખવા માટે મોક્ષમાર્ગના પથિકોને જે વિશેષ સાવધાની રાખવાની છે એનું અહીં પ્રાસંગિક નિદર્શન કરું છું.
પ્રથમ સાવધાની છે - શિષ્ય-શિષ્યાની લાલચમાં પડવું નહીં. શ્રમણ ભગવાન મહાવીરે જે જે પુરુષોને, સ્ત્રીઓને અને નપુંસકોને દીક્ષા આપવાની ના પાડી છે એમને દીક્ષા ન આપવી. જો તમે શિષ્યલોભમાં ડૂબી ગયા તો તમારા ભાવશૌચને ક્ષતિ પહોંચશે. અયોગ્યને - અપાત્રને દીક્ષા આપવામાં આવતી નથી. પાત્ર યોગ્ય જીવને પણ “આને હું મારો શિષ્ય કરું' એવા મમત્વથી દીક્ષા ન આપવી. જ્યાં સુધી શિષ્યમોહ દૂર ન થાય ત્યાં સુધી ગુરુ બનવાનું વિચારવાનું જ નહીં !
બીજી સાવધાન - સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનામાં સહાયક ઉપકરણો તમારે તમારી પાસે રાખવાં જરૂરી છે, પરંતુ એની ઉપર આસક્તિ ન થઈ જાય એને માટે તમારે જાગૃત રહેવું પડશે. સંગ્રહવૃત્તિ પેદા ન થાય એની પણ તમારે સાવધાની રાખવી પડશે. એ ઉપકરણો ‘અધિકરણો’ન થઈ જાય (અધિકરણ એટલે પાપનાં સાધનો) એને માટે સાવધાન-જાગૃત રહેવું પડશે. આ જ ભાવશૌચ છે.
સાધુ-સાધ્વીએ પોતાના દેહને ટકાવવા માટે જ ભિક્ષાવૃત્તિથી જીવનયાપન કરવાનું છે. ૪ર દોષો ટાળીને આહારપાણી ગ્રહણ કરવાના હોય છે. આ દ્રવ્યશૌચનું પાલન છે. ભિક્ષા લેતી વખતે, આહાર કરતી વખતે રાગદ્વેષ કરવો નહીં, એ ભાવશૌચનું પાલન છે. જો ભિક્ષામાં મળેલા પદાર્થો ઉપર રાગ કર્યો અથવા દ્વેષ કર્યો તો ભાવ-પવિત્રતા નષ્ટ થઈ જાય છે.
ચોથી સાવધાની એ છે કે શરીરશુદ્ધિ કરતી વખતે એ ધ્યાન રાખવું કે શરીર [ ૬૮ -
શાન્ત સુધારસ : ભાગ ૨