________________
ક્ષેમાએ જોયું કે બુદ્ધની સમીપમાં જ એક અત્યંત રૂપવતી દેવાંગના ઉપસ્થિત થઈને બુદ્ધની સ્તુતિ કરી રહી છે. એનું રૂપ-સૌંદર્ય જોઈને ક્ષમા આશ્ચર્યચકિત થઈ ગઈ ! તેણે કદી આવું રૂપ જોયું ન હતું. અનુપમ નારીસૌંદર્યની સજીવ પ્રતિમા ! અંગેઅંગ લાવણ્યથી ભરપૂર ! અરે, હું તો આની પરિચારિકા બનવાને માટે પણ યોગ્ય નથી ! જેની સેવામાં આવી અપ્સરાઓ હાજર હોય એ બુદ્ધ) મારી સામે આંખ ઉઠાવીને શા માટે જુએ? એ અપ્સરાનો આવો રૂપ-સૌંદર્યનો સમુચ્ચય વિસ્મિત-મુગ્ધ બનીને જોતી રહી. જોતી જ રહી !
થોડી વારમાં એ નવયૌવના ધીરેધીરે પ્રૌઢા થઈ ગઈ, સૌંદર્યની એની આભા ઢળવા લાગી. જોતજોતામાં આ શું થયું? એ અપ્સરાના મુખ ઉપર જ નહીં, તેના આખા શરીર ઉપર કરચલીઓ જ કરચલીઓ. હાડકાંનો માળો ! જ્યાં અહીંતહીં ઊપસેલી બદસુરત નસો અને એની ઉપર કરચલીઓ જ કરચલીઓ.
ક્ષેમા કંપી ઊઠી. એ તો અપ્સરાનું રૂપપરિવર્તન જોતી જ રહી. હાડપિંજર જેવી એ નારીની કમર નમતી જતી હતી. એ લાકડીને ટેકે ઊભી રહી હતી. દુર્બળતાને કારણે એના હાથપગ કાંપતા હતા. આખું શરીર ધ્રુજતું હતું. અરે ! આ તો લાકડીના ટેકાથી પણ ઊભી રહી શકતી નથી, નમતાં નમતાં તે નીચે પડી. શરીરનાં બારે ય છિદ્રોમાંથી અપવિત્રતા બહાર આવવા લાગી. મળમૂત્રથી એનું શરીર લિપ્ત થઈ ગયું. મુખમાંથી કફ નીકળવા લાગ્યો. મુખમાંથી રુધિર પણ વહેવા લાગ્યું. નાકમાંથી શ્લેખ પણ નીકળવા લાગ્યું. તૂટક તૂટક શ્વાસ ચાલવા માંડ્યો. અરે જુઓ, હવે તો. શ્વાસ પણ અટકી ગયો...આહ..! સાચે જ ઢગલો થઈ ગઈ. મરી ગઈ!
‘આવા સુંદર રૂપની પણ આ જ પરિણતિ ?” ક્ષેમાના મનમાં એકાએક વિજઝબકારો થઈ ગયો !” શું મારી પણ આ જ દશા થશે? મારું રૂપ-લાવણ્ય પણ આવું જ જર્જરિત થઈ જશે? હું પણ આવી જનિષ્માણ થઈ જઈશ?” ક્ષેમાના મનમાં તીવ્ર નિર્વેદ ઉત્પન્ન થયો. તે પોતાના શરીર પ્રત્યે અનાસક્ત - વિરક્ત બની ગઈ. તે ગંભીર થઈ ગઈ પોતાના જીવન પ્રત્યે. એકાએક એના અનેક જન્મોનું સંચિત પુણ્ય જાગી ઊઠ્ય - ધર્મભાવના જાગૃત થઈ ગઈ. બુદ્ધે જાણી લીધું - હવે ક્ષેમાની મનઃસ્થિતિ ધર્મ સાંભળવા-સમજવા યોગ્ય બની છે. ભગવાન બુદ્ધનો ઉપદેશ:
બુદ્ધે કરુણાભર્યા શબ્દોમાં કહ્યું- “મા, જો, આ શરીરને જો. જે સડી ગયું છે, ટપકી રહ્યું છે. ગંદુ છે, બદસૂરત છે. મૃત છે. મૂઢમાણસ જ આ શરીર ઉપર મોહિત થાય. ચિત્તને એકાગ્ર કર, આ વાસ્તવિકતાને સમજ. શરીર પ્રત્યે નિર્વેદી બન, અનાસક્ત બન. સમજ કે જેવું આ શરીર છે તેવું જ તારું શરીર છે. અશુચિનો - [ ક
બ બ શાન્તસુધારસ ભાગ ૨)
શાન્ત સુધારસ : ભાગ ૨