________________
પ્રજાજનો બુદ્ધનો ધર્મોપદેશ સાંભળે અને શાન્તિ પ્રાપ્ત કરે એ માટે બુદ્ધ ત્યાં દરરોજ પ્રતિદિન ધર્મોપદેશ આપ્યા કરતા હતા. પરંતુ મહારાણી ક્ષેમા એક વાર પણ ત્યાં ઉપદેશ સાંભળવા ગઈ ન હતી.
ક્ષેમાના આ વ્યવહારથી સમ્રાટ દુઃખી હતો. એ ઈચ્છતો હતો કે ક્ષેમા બુદ્ધનો ઉપદેશ સાંભળે, ધર્મ પામે અને આત્મકલ્યાણ સાધી લે, તો પણ સમ્રાટે કદી ક્ષેમાં ઉપર દબાણ કર્યું ન હતું. એણે એક ઉપાય વિચાર્યો. ક્ષેમાને ગીત-સંગીત પ્રિય હતું. સારા સંગીતકારો અને ગાયકો ક્ષેમાના મનોરંજન માટે અંતઃપુરમાં બોલાવવામાં આવતા હતા. સમ્રાટે વેણુવનની મનોરમતા ઉપર કેટલાંક ગીતો લખાવ્યાં અને કેટલાક સારા સંગીતકારો, ગાયકોને એ ગીતો ક્ષેમાને સંભળાવવા મોકલ્યાં. વેણુવનનું અતિ સુંદર-નંદનવન જેવુ વર્ણન સાંભળીને તેના મનમાં ઈચ્છા થઈ કે તે વેણુવનની સહેલગા કરવા જાય; પરંતુ એવા સમયે કે બુદ્ધ ભિક્ષા લેવા માટે બહાર ગયા હોય. સમ્રાટે એવી જ વ્યવસ્થા કરી. ક્ષેમા વેણુવન પહોંચી. ત્યાંની નૈસર્ગિક શોભા - સૌંદર્ય જોઈને અને શાન્તિપ્રદ વાતાવરણ નિહાળીને તે પ્રભાવિત થઈ. જેવું સાંભળ્યું હતું એનાથીય વધારે સુંદર -મનોહારી એણે વેણુવનને જોયું. તે વિચાર કરે છે: "ક્યાં રાજમહેલ અને ક્યાં આ વન ! રાજમહેલોનું શ્વાસ રૂંધનારું વાતાવરણ, ઈષ અને દ્વેષથી ભર્યુંભર્યું, પૂર્ણ અશાન્તિમય વાતાવરણ અને ક્યાં આ પ્રકૃતિની ઉન્મુક્ત મધુરિમા અને તપોવનની અગાધ શાન્તિ !”
લેમાએ જોયું કે અનેક સ્થળોએ વૃક્ષોની નીચે અથવા તો પુષ્પમંડપ નીચે શ્રમણયોગીઓ ધ્યાન કરી રહ્યાં છે. અનેક યુવક શ્રાવકો હતા. ક્ષેમાએ વિચાર કર્યોઃ “આ ઉંમર ધ્યાન કરવા યોગ્ય નથી. આ ઉંમરે તો કામોપભોગ કરવો જોઈએ. ધ્યાન વૃદ્ધાવસ્થા માટે જ ઠીક છે, એ લોકો પોતાની જવાનીને નિરર્થક નષ્ટ કરી રહ્યા છે.” આ વિચારોમાં રાચતી ક્ષેમા ગંધકુટીની પાસે પહોંચી ગઈ. બુદ્ધ નગરમાંથી પાછા ફરીને આવી ગયા હતા અને એક ઝાડ નીચે બેઠા હતા. ક્ષેમા જેમને ટાળવા માગતી હતી તેમની જ સામનો થઈ ગયો. બુદ્ધ નજર ઊંચી કરીને ક્ષમા તરફ જોયું. બુદ્ધની આંખોમાં કરૂણા ભરી હતી. ક્ષેમા તો સદેવ પુરુષોની આંખોમાં વાસના જ જોતી હતી. જ્યારે અહીં તો બુદ્ધની આંખોમાં વાસનાનું નામોનિશાન જ ન હતું.
બુદ્ધે ક્ષેમાને જોઈને ઉપેક્ષાથી પોતાની આંખો ફેરવી લીધી. રૂપગર્વિતા ક્ષેમાનું રૂપ-અભિમાન ઘવાયું. આજે એણે પહેલી વાર જોયું - કોઈ પુરુષે એક નજરે જોઈને પોતાની આંખો ફેરવી લીધી ! એનાથી આ સહન ન થયું. બુદ્ધ જોયું કે મારી પાસે અનેક જન્મનું પુણ્ય અર્જિત છે - પુણ્યનો ઉદય છે. ક્ષેમાની એ સમયની માનસિક સ્થિતિ જોતા શબ્દો દ્વારો ધર્મ સમજાવી શકાય તેમ ન હતું. આ વિચારીને બુદ્ધ પોતાના ઋદ્ધિ-બળનો પ્રયોગ કર્યો. [ અશુચિ ભાવના
ફોન
૬૫]