________________
શરીર દર્શન છે. ભગવાન બુદ્ધ અને રાણી ક્ષેમા :
મગધ સમ્રાટ રાજા બિંબિસારની રાણી ક્ષેમાને ભગવાન બુદ્ધ શરીર પ્રત્યે નિર્મોહી બનાવી હતી એ આ “અશુચિ ભાવના'ના માધ્યમ દ્વારા જ બનાવી હતી. જૈન પરંપરામાં આ વાત નથી મળતી. જો કે બૌદ્ધ પરંપરામાં આ વાત પ્રસિદ્ધ છે. હું તમને આ વાત બૌદ્ધ પરંપરાની કથા પ્રમાણે સંક્ષેપમાં કહું છું. '
રાજકુમારી ક્ષેમા અપૂર્વ સુંદરી હતી. સુવર્ણવણ હતી. રૂપની રાશિ હતી. મગધ સમ્રાટ બિંબિસારની સાથે વિવાહિતા બનીને રાજગૃહે આવી ત્યારે મહારાણી કૌશલદેવી અગ્રમહિષી - મુખ્ય રાજરાણી હતી. છતાં પણ મગધ સમ્રાટે ક્ષેમાને કૌશલદેવીની સમકક્ષ અઝમહિષીનું પદ આપ્યું. આ એના અપૂર્વ સૌંદર્યને કારણે જ બની શક્યું. આખા અંતઃપુરમાં ક્ષેમા જેવી અપૂર્વ રૂપસુંદરી બીજી કોઈ ન હતી. સ્વયં સમ્રાટ પણ એના અંતઃપુરની આસપાસ આંટા મારતો હતો. સમ્રાટની આ આસક્તિ ક્ષેમાના અપૂર્વ સૌંદર્યને લીધે જ હતી.
આ સમય દરમ્યાન સમ્રાટ ભગવાન બુદ્ધના સંપર્કમાં આવ્યો. સંપર્ક લોઢા અને પારસના મિલન જેવો નીકળ્યો. જીવનના ૩૧મા વર્ષે આ વિરલ ક્ષણ આવી હતી. મહાત્મા બુદ્ધના માર્ગદર્શનમાં જ્યારે એણે અન્તરાત્મદશા પ્રાપ્ત કરી તો તેનું સમગ્ર જીવન જ બદલાઈ ગયું. હવે એનામાં પહેલાં જેવી નિરંકુશ શાસકોની ઉડતા રહી ન હતી. હવે પહેલાંની જેમ દૂર દેશોની નગરવધુઓની પાછળ દોડનાર કામુક બિંબિસાર રહ્યો ન હતો. પોતાના આ પરિવર્તનને જોઈને એને પોતાને જ પ્રસન્નતા. થતી હતી, સંતુષ્ટિ થતી હતી.
સમ્રાટને પોતાના પરિવાર માટે ખૂબ પ્રેમ હતો. એ ઇચ્છતો હતો કે પરિવાર ભગવાન બુદ્ધના પરિચયમાં આવે અને વિકાર-વિમુક્તિનું જ્ઞાન પામે. મહારાણી ક્ષેમા એને બેહદ પ્રિય હતી, આથી એ ઈચ્છતો હતો કે એ બુદ્ધના સાનિધ્યમાં આવે અને ધર્મ પામે. એ પ્રેરણા પણ આપતો હતો. પરંતુ એ જાણતો હતો કે ક્ષેમાને બુદ્ધ પ્રત્યે વિતૃષ્ણા છે - નફરત છે! બુદ્ધ જે શરીરની ભત્રેના કરતા હતા. રૂપની નિંદા કરતા હતા, એટલા માટે ક્ષેમાને બુદ્ધ પ્રત્યે ધૃણા હતી. કારણ કે પોતે રૂપગર્વિતા હતી. રાણી એક વાર પણ બુદ્ધનો ઉપદેશ સાંભળવા ગઈ ન હતી.
બિંબિસારે એક વાર એ ભાવનાથી બુદ્ધ ભગવાનને મહેલમાં નિમંત્રિત ક્ય કે રાજપરિવારના લોકો બુદ્ધના સંપર્કમાં આવે, તેમનો ઉપદેશ સાંભળે અને ધર્મ પામી શકે. બુદ્ધ રાજમહેલમાં આવ્યા, પરંતુ રાણી ક્ષેમા દૂર રહી. તે બુદ્ધની પાસે ન ગઈ. બિંબિસારે બુદ્ધને વેણુવનમાં સ્થિરતા કરાવી હતી. રાજપરિવારના લોકો અને ૪
શાન્ત સુધારસ ભાગ ૨