________________
થશે, આરંભ-સમારંભોનો ત્યાગ થશે: સંસારમાર્ગનો વિચ્છેદ થતો રહેશે અને પૂર્ણાનંદ, સંતોષ, તૃપ્તિ પ્રતિ પ્રયાણ થશે. હવે સંવર ભાવનાની પ્રસ્તાવનાના ૪થા શ્લોક ઉપર વિવેચન કરું છું. गुप्तिभिस्तिसृभिरेवमजय्यान् त्रीन्विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ મન, વચન, કાયાના દુર્જય જેવા અશુભ યોગોને ત્રણ ગુપ્તિઓ દ્વારા અતિ શીધ્ર જીતીને તું સુંદર સંવરપથ પર વિચરણ કર. એનાથી તને ઈચ્છિત મુક્તિ અવશ્ય મળશે. ત્રણ ગુપ્તિઓથી અશુભ યોગોને જીતી લોઃ
કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અથતુિ યોગનો પ્રશસ્ત નિગ્રહ જ ગુપ્તિ છે. ગુપ્તિ સંવરનો ઉપાય બને છે. પ્રશસ્ત નિગ્રહનો અર્થ છે - સમજી-વિચારીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલો સ્વીકાર. અર્થાતુ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે વાળવાં. યોગના સંક્ષેપમાં ત્રણ ભેદ છે. એટલા માટે નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે - ૧. કોઈ પણ વસ્તુ લેવામાં યા મૂકવામાં અગર તો બેસવા-ઊઠવા કે ચાલવા
ફરવામાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય. એ રીતે શારીરિક વ્યાપારનું નિયમન
કરતા રહો. આ મનોગુપ્તિ છે. ૨. બોલવાના પ્રત્યેક પ્રસંગ ઉપર વચનનું નિયમન કરવું અગર તો મૌન ધારણ
કરવું, એ વચનગુપ્તિ છે. ૩. દુષ્ટ સંકલ્પ અને સારા-ખોટા મિશ્ર સંકલ્પોનો ત્યાગ કરવો તથા સારા સંકલ્પોનું સેવન કરવું મનોગુપ્તિ છે.
જો સુંદર સંવરપથ ઉપર વિચરણ કરીને મુક્તિ સુખ પામવું હોય તો મન, વચન, કાયાના યોગો ઉપર ત્રણ ગુપ્તિથી વિજય પામવાનો જ છે. મુક્તિ પામવાનો સંકલ્પ છે ને? શીધ્રાતિશીધ્ર સંસારથી મુક્તિ પામવા માટે હૃદયમાં તમન્ના છે ને? અંતર્મુખ થઈને થોડુંક વિચારજો.સંવરપથ ઉપર ચાલવું સરળ નથી. વૃઢ સંકલ્પ વગર મનુષ્ય સંવરપથ ઉપર ચાલી શકતો નથી. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો અને શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.
एवं रुद्धष्वमलहृदयैराम्रवेष्वाप्तवाक्यश्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली । शद्धर्योगैजवनपवनैः प्रेरितो जीवपोतः स्रोतस्तीत्वा॑ भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ॥
સંવર ભાવના