________________
નિમયી - સરળ જીવાત્મા જ સાચી અને યોગ્ય શરણાગતિ સ્વીકારી શકે છે. માયાવી જીવાત્મા ગુરુતત્ત્વની યા તો પરમાત્મતત્ત્વની શરણાગતિ સ્વીકારી શકતો નથી. શરણાગતિ વગર સમર્પણનો ઉચ્ચતમ ભાવ પ્રકટ થઈ શકતો નથી, સમર્પણ વગર ધર્મપુરુષાર્થ થઈ શકતો નથી, એટલા માટે ગ્રંથકાર કહે છે : સરળ બનો, સરળતાથી માયાને કાબૂમાં લઈ શકશો. સંતોષથી લોભને નિહિત કરોઃ
ગ્રંથકારે લોભને મહાસાગર કહ્યો છે. એ મહાસાગર પાર કરવા માટે સંતોષના સેતુ-બંધ (પુલ) પર ચાલવું પડશે. આમ તો પ્રશમરતિ'માં કહેવામાં આવ્યું છે કે લોભ તમામ વિનાશોનું આશ્રયસ્થાન છે. તમામ અપાયોનું નિવાસસ્થાન છે. લોભ સમગ્ર પાપોનું મૂળ છે. લોભી કયું પાપ નથી કરતો? એ તો તમામ પાપાચરણ માટે તૈયાર જ હોય છે. એ પાપને પાપ માને છે જ ક્યાં? એને તો બસ ઈન્દ્રિયોનાં વિષયસુખો જ નજરે પડે છે. ધ્યાન રાખો, સુખ પામવા માટે લોભની પાસે જશો નહીં. લોભની ભૂલભુલામણીમાં સીધા નીચે નરકમાં જ પહોંચી જશો.
એટલા માટે ગ્રંથકાર લોભ પર નિગ્રહ રાખવા કહે છે. લોભનો નિગ્રહ સંતોષ દ્વારા થાય છે, તૃપ્તિથી થાય છે, એટલા માટે ક્ષણિક લોભનો ત્યાગ કરીને શાશ્વતું તૃપ્તિની પ્રાપ્તિ માટે મંગલ પુરુષાર્થના શ્રીગણેશ કરો.
આ મનુષ્ય જીવનમાં કાલાન્તરમાં કદીય વિનાશ ન પામે એવી પૂર્ણ તૃપ્તિનો - સંતોષનો અનુભવ કરવાનો છે. આવો થોડોક પણ અનુભવ થતાં વિષયોની અલ્પકાલીન તૃપ્તિનો લોભ નહીં રહે. શાન્તરસના અદ્વિતીય અનુભવથી આત્માને જે અતીન્દ્રિય - અગોચર તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે, તે જિન્દ્રિયના માધ્યમથી પડ્રસના ભોજન દ્વારા પણ નથી થતો. પરમ સંતોષ પામવાના ત્રણ ઉપાયો :
સંસારમાં વિષયલોભમાં જેતૃપ્તિનો આભાસ થાય છે તે તો કલ્પના માત્ર જ છે. વાસ્તવિક સંતોષ તો મિથ્યાજ્ઞાનરહિત આત્માને થાય છે. એટલા માટે આત્માનુભવનો પરમ સંતોષ પ્રાપ્ત કરવા માટે ત્રણ ઉપાયો કરો -
૧. ગુરુચરણનું શરણ. ૨. જિનવચનનું શ્રવણ. ૩. સમ્યતત્ત્વનું ગ્રહણ.
આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ કરશો એટલો જ આત્મસંતોષ પ્રાપ્ત કરશો. આત્મતત્ત્વ પ્રત્યે પ્રીતિભાવ ઉત્પન્ન થશે, અનુત્તર ધર્મશ્રદ્ધા જાગૃત
| શાન્ત સુધારસઃ ભાગ ૨ |
૧૬૨