________________
सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसङ्गाशुचिः शुच्याऽऽमृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः । नाधत्ते शुचितां यथा तनुभृतां कायो निकायो महान्, बीभत्साऽस्थिपुरीषमूत्ररजसा नाऽयं तथा शुद्धयति ॥ १॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથમાં “અશુચિ ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે “છિદ્રયુક્ત ઘડામાં શરાબ ટપકતી હોય અને આવા અસ્વચ્છ ગંદા ઘડાને માટીથી સારી રીતે સાફ કરવામાં આવે, ગંગાના જળથી ધોવામાં આવે, તો પણ તે પવિત્ર બનતો નથી. એ જ રીતે ગંદાં હાડકાં, મળમૂત્ર, શ્લેખ, ચામડી અને રક્તથી ખરડાયેલું આ શરીર ઘણાબધા પ્રયત્નો કરવા છતાં પણ શુદ્ધ થતું નથી. દેહાસક્તિ તોડવી આવશ્યક
મોક્ષની આરાધનામાં વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં મુખ્યરૂપથી ચાર અવરોધક તત્ત્વો છે - સ્વજનમોહ, પરિજનમોહ, ધનાસક્તિ અને દેહાસક્તિ. જ્યાં સુધી આ ચાર અવરોધો દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સાચા અર્થમાં મોક્ષની આરાધના થઈ શકતી નથી. વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવાનો વિચાર પણ મનમાં નથી આવતો. એટલા માટે એકત્વ તેમજ અન્યત્વ ભાવનાઓ દ્વારા સ્વજનપરિજન, ધન અને દેહની આસક્તિ તોડવાના ઉપાયો બતાવ્યા.
પરંતુ ચાર પ્રકારની આસક્તિમાં સૌથી વધારે આસક્તિ શરીરની હોય છે. જ્યારે મનુષ્ય વિરાગી - વિરક્ત બને છે, ત્યારે તે સ્વજન-પરિજનોનો ત્યાગ કરી દે છે. ધન, સંપત્તિ અને વૈભવનો ત્યાગ કરી દે છે. પરંતુ શરીર તો રહે જ છે. સાધુ, મુનિ, મહર્ષિને શરીરની સાથે જ જીવવાનું હોય છે. સાધુ પણ શરીરનો ત્યાગ કરી શકતો નથી.
શરીરની સાથે જીવવું અને શરીરની આસક્તિ ન રાખવી સરળ વાત નથી. દેહાસક્તિ તોડવી અતિ દુષ્કર કામ છે. આથી આ વિશેષ રીતે “અશુચિ ભાવના'નું ચિંતન બતાવ્યું છે. આ અશુચિ ભાવના દ્વારા દેહાસક્તિ તોડવાની છે. શરીરનું મમત્વ તોડવાનું છે. શરીરનો મોહ નષ્ટ કરવાનો છે. મનુષ્યમન - અશુચિથી નફરતઃ
મનુષ્યમનનો સ્વભાવ છે કે તે ગંદકીથી નફરત કરે છે. ગંદા પદાર્થો પ્રત્યે તેના મનમાં પ્રેમ-રાગ નથી હોતો. શરીરનો પ્રેમ તોડવા માટે જ્ઞાની પુરુષોએ મનુષ્યના શરીરની અંદર જે ગંદકી ભરેલી પડી છે, અશુચિતા ભરી પડી છે, તે બતાવવા
અશુચિ ભાવના
૪૯