________________
આત્મામાં જ ધર્મદેખાશે.
રાગ-દ્વેષનો નાશ કરવાનો એક ઉપાય આ છે કે જગતને નિશ્ચયવૃષ્ટિથી જોવાનું શરૂ કરો. ધમસ્તિકાયાદિ છયે દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં દેખાશે. સર્વ જીવો એક સમાન શુદ્ધ સ્વરૂપી દેખાશે. ત્યાર પછી કોઈ જીવ પ્રત્યે રાગ-દ્વેષ કરવાનું કારણ જ નહીં રહે.
શુદ્ધ નિશ્ચયવૃષ્ટિ, રાગ-દ્વેષના વિકાર દૂર કરવામાં પરમ સહાયક બને છે. દશવિધ સાધુધર્મની આરાધના આ માટે જ કરવાની છે કે જેથી રાગ-દ્વેષના વિકાર શાન્ત થાય. વિષયભોગોની ઉપાદેયબુદ્ધિ નષ્ટ થાય. આત્માનન્દના પ્રેમી બનો. એ માટે આપણા આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવવી જોઈએ. કર્મોના ઉદયથી સુખ-દુખ તો આવવાનાં જ, ત્યારે સમભાવથી, અનાસક્તિથી ભોગવી લેવાં જોઈએ.
દશવિધ સાધુધર્મનું સમ્યગુપાલન ત્યારે જ તમે કરી શકશો કે જ્યારે તમે રાગાદિક વિભાવોનો અને બાહ્ય-અત્યંતર બંને પ્રકારના વિકલ્પોનો ત્યાગ કરી, એકાગ્ર મનથી સર્વ કર્મમલરહિત આત્માનું ધ્યાન કરશો. જ્યાં સુધી ભાવોમાં શુદ્ધ પરિણમન નથી થતું ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ નથી થતી. ધર્મ કરવો, ધર્મની ક્રિયાઓ કરવી, એક વાત છે અને ધર્મ પામવો બીજી વાત છે. જે આત્મા ધર્મ પામે છે, તે જન્મ-મરણની પરંપરાને તોડે છે.
આ ભાવનાની પ્રસ્તાવનામાં આગળ વધતાં ગ્રંથકાર કહે છે - यस्य प्रभावादिह पुष्पदत्तौ विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षितिं च ॥३॥
ધર્મના પ્રભાવથી સૂર્ય અને ચંદ્ર આ વિશ્વ ઉપર ઉપકાર કરવાને માટે પ્રતિદિન ઉદિત થાય છે અને બળબળતા, સળગાવી મારતા તાપથી તપ્ત બની ગયેલી ધરતી ઉપર સમુચિત સમયે વીજળીની ચમક દમકની સાથે ગર્જના કરતો મેઘ પણ ધર્મના પ્રભાવથી વરસીને શીતળતા અર્પે છે.” ધર્મનો પ્રભાવ:
ગ્રંથકારે અદ્ભુત વાત કરી છે. સૂર્ય અને ચંદ્ર ધર્મના પ્રભાવથી દરરોજ ઊગે છે, ધર્મના જ પ્રભાવથી મેઘ પાણી વરસાવે છે. વિશ્વ ઉપર ઉપકાર કરવાને માટે ધર્મનું આ અપૂર્વ કાર્ય છે.
- જ્યારે પણ પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થતો હોય ત્યારે એ ઊગેલા સૂર્યની સામે જોઈ પ્રણામ કરીને વિચારો કે હે સૂવિતા, આપનો ઉદય ધર્મના પ્રભાવે થયો છે.
૨૫૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)