________________
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અંકિચનતા - આ ધર્મવિધિનું સેવન કરવું જોઈએ. આ દવિધ ધર્મને હૃદયમાં ધા૨ણ ક૨વાનો છે. સંક્ષેપમાં આ ધર્મવિધિનું સ્વરૂપ બતાવું છે.
૧. ક્ષમા ઃ કોઈ તમને ગાળ બોલે, કોઈ તમારું અપમાન કરે, તમારી ઉપર પ્રહાર કરે, તો તમારે સહન કરી લેવાનું. ગાળ બોલનાર પ્રત્યે, અપમાન કરનાર પ્રત્યે અને પ્રહાર કરનાર પ્રત્યે તમે જુઓ, તો પણ કરુણાથી છલકતી નજરથી જુઓ. એમના પ્રત્યે રોષ યા તો ગુસ્સો - નારાજગી કે દુર્ભાવ રાખવો નહીં. ક્ષમા કરવાની શક્તિ વધારતા રહો.
૨. માર્દવ : માનકષાય ઉપર વિજય પ્રાપ્ત કરો. મૃદુ બનો. હૃદયને કોમળ, મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે. કઠોર દિલમાં સદ્ગુણોના બીજાંકુર પ્રકટ થતા નથી. તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા . પ્રયત્નશીલ રહો. એટલા માટે તમે તમારા પોતાના જ દોષો જોતા રહો અને બીજાંના ગુણ જોતા રહો. ‘હું અનંત-અનંત દોષોથી ભરેલો છું.' - આ ખ્યાલ તમને વિનમ્ર બનાવશે.
૩. આર્જવ : સ૨ળ બનો. બાળક જેવી સ૨ળતા જીવંત રાખવી એ એક મહાન ધર્મ છે. બાળક કેટલું નિર્દોષ હોય છે ? એ રીતે જ તમે ગુરુજનો સમક્ષ બાળક બનીને જેટલા દોષ કર્યા હોય તે એ જ સ્વરૂપે વ્યક્ત કરો. કોઈ પણ પાપને અંદર છુપાવી ન રાખો. આ પ્રકારની સરળતા તમને પ્રસન્ન રાખશે, અનેક પાપોથી તમને બચાવશે.
૪. શૌચ પવિત્ર બનો. લોભ તમને અપવિત્ર બનાવી દે છે, તૃષ્ણા તમને મલિન બનાવે છે, એટલા માટે લોભ-તૃષ્ણાનો ત્યાગ કરો. આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો, માત્ર શરીરની શુદ્ધિ કરીને જ કૃતાર્થ ન બનો.
પ. સંયમ : હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી નિવૃત્ત થાઓ. પાંચેય ઇન્દ્રિયોનો નિરોધ કરો. ચાર કષાયોને ઉપશાન્ત કરો અને મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી આ સંયમ છે. આ સંયમધર્મનું દૃઢતાપૂર્વક પાલન કરતા કરો.
૬. ત્યાગ : કોઈ પણ જીવાત્માની હત્યા ન કરો. કોઈ પણ જીવને બંધનમાં ન નાખો. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર રાખો. ત્યાગનું આ એક પાસું છે. બીજું પાસું છે સંયમી સાધુપુરુષોને કલ્પનીય ભોજન, વસ્ત્ર, પાત્ર વગેરે આપતા રહો. દેવુંઆપવું એટલે ત્યાગ કરવો.
૭. સત્ય : હિતકારી બોલો, સ્વ અને પરને માટે જે હિતકારી હોય એવું બોલો.
શાન્તસુધારસ : ભાગ ૨
08