________________
શ્રીપાલે ધવલશેઠ ઉપર ઉપકાર કર્યો છતાં ધવલે શ્રીપાલ પાસેથી વહાણનું ભાડું લીધું ! ૧. ભરૂચ પછી ‘બબ્બરકુલ” નામના દ્વીપ ઉપર જહાજ રોકાયાં. મહાકાલ' નામના રાજાએ ધવલને પકડીને બાંધી દીધો. કુમારે મહાકાલ રાજાની સાથે યુદ્ધ કરીને એને હરાવ્યો અને ધવલને મુક્ત કરાવ્યો. રાજા મહાકાલે કુમારનું પરાક્રમ, રૂપ અને બુદ્ધિ આદિ જોઈને તેની સાથે પોતાની પુત્રી મદનસેનાનું લગ્ન કરાવ્યું અને વિપુલ સંપત્તિ આપી. આ જોઈને ધવલશેઠ ઈષનો માર્યો બળવા લાગ્યો. ૨. ત્યાંથી ધવલ અને શ્રીપાલનાં જહાજ સમુદ્રમાર્ગે આગળ વધ્યાં. તે બે જણા “રત્નદીપ’ પહોંચ્યા. ત્યાં ધવલે સારો વેપાર કર્યો. શ્રીપાલ રત્નસંચયા” નામની નગરીમાં જાય છે. ત્યાંનો રાજા હતો કનકધ્વજ. તેની પુત્રીનું નામ હતું મદનમંજૂષા. શ્રીપાલનું લગ્ન મદનમંજૂષા સાથે થાય છે. કુમાર પોતાની બે પત્નીઓ સાથે રહે છે, ત્યાં રાજાના સૈનિકો ધવલશેઠને બાંધીને લાવે છે. ધવલે
ત્યાં વેપાર કર્યો હતો, પરંતુ રાજાને કર આપ્યો ન હતો. રાજાએ ધવલનો વધ કરવાની સજા સંભળાવી ! પરંતુ શ્રીપાલના કહેવાથી રાજાએ ધવલને બંધનમુક્ત કર્યો અને સજા માફ કરી. રાજા કનકધ્વજે શ્રીપાલને વિપુલ સમૃદ્ધિ આપી. શ્રીપાલ અને ધવલની યાત્રા આગળ વધી. શ્રીપાલની બે દેવાંગના જેવી પત્નીઓ અને અનેક પ્રકારની સમૃદ્ધિ જોઈને ધવલના મનમાં ઘોર પાપનો વિચાર ઉદ્ભવ્યો. તે વિચાર કરે છે -
શ્રીપાલની બંને પત્નીઓ મારી થઈ જાય અને ગમે તે રીતે તેની તમામ સંપત્તિ મારી થઈ જાય તો હું કૃતાર્થ થઈ જાઉં - નહીંતર મારો જન્મ વ્યર્થ છે.”
તેના ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રોએ તેને સાચી સલાહ આપી. પરંતુ તેણે માન્યું નહીં. એક મિત્રે તેના આ દુષ્ટ વિચારમાં અનુમોદન આપ્યું અને શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દઈને એની બે પત્નીઓ અને તમામ સંપત્તિ પોતાની કરી લેવાનું પયંત્ર રચ્યું. આ રીતે કપટ કરીને શ્રીપાલને સમુદ્રમાં નાખી દીધો.
પરંતુ પુણ્યશાળીની રક્ષા એનું પુણ્ય કરે છે. જે મનુષ્યના હૃદયમાં ધર્મ હોય છે, એની રક્ષા ધર્મ કરે છે. શ્રીપાલ સમુદ્રમાં પડ્યો, પરંતુ નવપદના સ્મરણ સાથે પડ્યો - એક મોટા મગરમચ્છની પીઠ ઉપર પડ્યો. મગરમચ્છ એને કોંકણદેશના કિનારે લઈ ગયો. શ્રીપાલ કિનારે ઊતર્યો અને કિનારાથી થોડેક દૂર ચંપકવૃક્ષની નીચે જઈને સૂઈ ગયો. બસ આ જ વાત મારે તમને કહેવાની છે.
- જહાજમાં એની બે પત્નીઓ છે. - વિપુલ સંપત્તિ છે. [ ૮૦
શાન્ત સુધારસઃ ભાગ ૨)