________________
- મિત્રે વિશ્વાસઘાત કર્યો છે.
તો પણ શ્રીપાલને ચંપકવૃક્ષની નીચે નિદ્રા આવી જાય છે. જે તે સ્ત્રી અને સંપત્તિમાં આસક્ત હોત તો આવી સ્થિતિમાં એને ઊંઘ આવત? એ રીતે જે ધવલ શેઠને બબ્બે વાર મોતમાંથી બચાવ્યો અને એણે જ દગો દીધો - વિશ્વાસઘાત કર્યો. એવી સ્થિતિમાં ઊંઘ આવે ખરી? પરંતુ શ્રીપાલનું હૃદય કમળપુષ્પની જેમ નિર્લેપ હતું. કંચન અને કામિની પ્રત્યે નિર્લેપ હતું. એ જ રીતે તેનું હૃદય કમળસમાન કોમળ હતું! એટલા માટે તેના હૃદયમાં ધવલશેઠ પ્રત્યે દ્વેષ ન જન્મ્યો.
શ્રીપાલનું હૃદય - કમળ સમું નિર્લેપ હતું અને કોમળ હતું એ વાતમાં હવે તો કોઈ શંકા નથી ને? આવા હૃદયમાં તેણે પરમાત્મતત્ત્વનું - પરમેષ્ઠિતત્વનું - સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું. પ્રતિદિન કર્યું હતું ! એટલા માટે દૈવી તત્ત્વો એનું સાન્નિધ્ય કરતાં હતાં. નિર્લેપ અને કોમળ હૃદયમાં પરમાત્મતત્ત્વનું ધ્યાન કરવું પડશે.
શ્રીપાલને ત્યાંથી કોંકણદેશની રાજધાની થાણામાં લઈ જવામાં આવે છે. ત્યાં વસુપાલ રાજાની પુત્રી મદનમંજરી સાથે તેનું લગ્ન થાય છે. આ બાજુ જહાજમાં શ્રીપાલની બંને પત્નીઓની રક્ષા દેવી ચક્રેશ્વરી કરે છે. જહાજ થાણા બંદરે પહોંચે છે. ત્યાં ધવલશેઠ શ્રીપાલને રાજસભામાં જુએ છે અને ગભરાઈ જાય છે. તો પણ એની દુષ્ટવૃત્તિ જતી નથી. તે શ્રીપાલને બદનામ કરવા માટે કાવતરું કરે છે. ધવલ પકડાઈ જાય છે અને રાજા એનો વધ કરવા માટે હુકમ કરે છે. શ્રીપાલ ધવલને છોડાવે છે. તેને પોતાના મહેલમાં લઈ જાય છે. ત્યાં એને એની બે પત્નીઓ મળે છે. ત્રીજી પત્ની મદનમંજરી છે. ત્રણ-ત્રણ પત્નીઓની સાથે શ્રીપાલ વિપુલ ભોગ-સુખો ભોગવે છે. ધવલ આ બધું જોઈને ખૂબ જ બળે છે.
કુમારની હત્યા કરવા માટે ધવલ મહેલના સાતમા માળે ચડી જાય છે, પરંતુ ત્યાંથી અકસ્માતુ જમીન ઉપર પડીને મરી જાય છે અને સાતમી નરકે ઉત્પન્ન થાય છે. આ પરિણામે હતું ધવલના હૃદયની કઠોરતાનું અને વિષયસ્પૃહાનું - વિષયલોલુપતાનું. કઠોર અને વિષયલોલુપ હૃદયમાં પરમાત્માનું ધ્યાન થઈ શકતું નથી. એટલા માટે હૃદયને કોમળ - કમળપુષ્પ જેવું નિર્લેપ બનાવવું જોઈએ. એમાં પરમાત્માનું ધ્યાન કરો. શરીરે દુર્ગધમય છે: ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે - શરીર ગંદકીથી ભર્યું છે.
શરીરમાંથી ગંદા પર્દાથ ઐવિત થાય છે. I શરીર ગંદકીનો કૂવો છે. [ અશુચિ ભાવના