________________
અંગારા ભરવામાં આવ્યા. અરે, અવંતી સુકુમાલ મુનિવરના શરીરને શિયાળે ફાડી ખાધું, તો પણ એ મહાત્માઓએ એનો કિંચિત્ પ્રતિકાર ન કર્યો. અદ્ભુત ધૈર્ય, સ્થિરતા, અપ્રમત્તતાનો પરિચય આપ્યો. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિર રહ્યા. સદ્ગતિ પ્રાપ્ત કરી ગયા. આ બધી ઘટનાઓની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ યા રહસ્ય હોય તો તે ભેદજ્ઞાન જ છે.
ભેદજ્ઞાનનો અભ્યાસ, ચિંતન, મનન અને પ્રયોગ જીવનમાં નિરંતર ચાલતો રહેશે; તો મૃત્યુ સમયે ભેદજ્ઞાન આપણી રક્ષા કરશે. સતત ચિંતન અને મનન દ્વારા ભેદજ્ઞાનને આત્મસાત્ કરવું જોઈએ. ભેદજ્ઞાન માત્ર વાતોમાં ન હોય, પણ વ્યવહારમાં પણ હોવું જોઈએ.
જીવમાત્રને એવા ભેદજ્ઞાનનો વિવેક પ્રાપ્ત થાઓ.
આ રીતે વિશુદ્ધ આત્મસ્વરૂપનું વિવેચન પૂર્ણ કરીને હવે આપણે ગેય કાવ્યના આઠમા શ્લોક ઉપર જઈએ છીએ.
જિનેશ્વર-ચરિત્રોનું ગાન કરો :
वदनमलंकुरु पावनरसनम्, जिनचरितं गायम् ।
सविनय शान्तसुधारसमेनम्, चिरं नन्द पायं पायम् ॥ ८ ॥ “પરમાત્મા જિનેશ્વર દેવોનાં જીવન-કવનને ગાઈ ગાઈને મુખને અલંકૃત કર. તારી જીભને પાવન ક૨. વિનયની સાથે શાન્તરસનું વારંવાર પાન ક૨. સુદીર્ઘ સમય સુધી તું પરમ આનંદને પ્રાપ્ત કર.”
યાદ રાખો કે આપણે ‘સંવર ભાવના’ ઉપર ચિંતન - વિવેચન કરી રહ્યા છીએ. આ ભાવનાના અનુસંધાનમાં ગ્રંથકાર જિનેશ્વર ભગવંતોના ચરિત્રોનું ગાન કરવાનું કહે છે. મુખ અને જીવાને પાવન કરવાની પ્રેરણા આપે છે. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી ૨૪ તીર્થંકરોના જીવનચરિત્રો તમે વાંચ્યાં છે ખરાં ? જરૂર વાંચો. વાંચીને બીજાંને, સ્વજન-પરિજનોને અને પરિચિત માણસોને સંભળાવતા રહો. ખૂબ જ ભાવપૂર્ણ, વિવિધતાપૂર્ણ છે એ જિનચરિત્રો. “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર'માં આ બધાં જ જીવનચરિત્રો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ લખેલાં છે.
જિનેશ્વરદેવના જીવનચરિત્રોના કવન-પઠન-પાઠન કરવાથી તમે શાન્તિ-સમતા - ઉપશમ રસનું પાન કરશો, તમે લાંબો સમય આનંદ પામશો. જીવનચરિત્ર સરળ છે – વાંચવામાં,વંચાવવામાંઅનેસાંભળવામાં. સ્ત્રીઓ પણ એ ચરિત્ર સરળતાથી વાંચીને પોતાનાં પુત્ર-પૌત્રાદિ સંતાનોને સંભળાવી શકે છે. જો સંભળાવવાની કળા હોય તો
શાન્તસુધારસ : ભાગ ૨
૧૮૮